Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટુ વ્હીલરનો વળાંક લેતા સમયે થયેલી માથાકુટ બાદ ધીંગાણૂં

VADODARA : ફરિયાદી તેમની સોસાયટી તરફ દોડીને પહોંચ્યા અને પરિજનોને આ અંગે જાણ કરી હતી. જેથી તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા
vadodara   ટુ વ્હીલરનો વળાંક લેતા સમયે થયેલી માથાકુટ બાદ ધીંગાણૂં
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના પાદરામાં વળાંક લેતા ટુ વ્હીલર સામસામે આવી જતા માથાકુટ થઇ હતી. ત્યાર બાદથી મામલો વણસ્યો હતો. એક તબક્કે આરોપીએ અન્યને બોલાવતા સ્થળ પર ધીંગાણૂં થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખરે પાદરા પોલીસ મથકમાં 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવા પામી છે. તે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ધક્કો મારીને ફરિયાદીના પતિને નીચે પાડી દીધા

પાદરા પોલીસ મથકમાં ભાગ્યશ્રી બેન વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ત્રણ વર્ષ પહેલા તેમના લગ્ન થયા છે. અને હાલ તેઓ પિયરમાં પાદરા ખાતે ભાડાના ઘરમાં રહે છે. મોડી રાત્રે તેઓ કામ અર્થે બહાર નીકળ્યા હતા. બાદમાં પરત ફરતી વેળાએ સોસાયટીના વળાંક પાસે હેમંતભાઇ કિશોરભાઇ સોલંકી (રહે. ગોવીંદપુરા, પાદરા) એ બાઇક લઇને આવતા હતા. જેથી ફરિયાદીના પતિએ એક્ટીવા બાજુમાં ઉભી રાખી હતી. બાદમાં હેમંતભાઇએ કહ્યું કે, કેમ તે મારી એક્ટીવા સામે તારી એક્ટીવા ઉભી રાખી છે, અને ઝઘડો કર્યો હતો. જે બાદ હેમંતભાઇએ ફોન કરતા કલ્પેશભાઇ સોલંકી અને તેનો મિત્ર અંકિત સોલંકી ત્યાં આવી પહોંચ્યા હતા. અને ધક્કો મારીને ફરિયાદીના પતિને નીચે પાડી દીધા હતા. બાદમાં ફરિયાદી તેમની સોસાયટી તરફ દોડીને પહોંચ્યા અને પરિજનોને આ અંગે જાણ કરી હતી. જેથી તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.

Advertisement

ધોકો, લાકડી, લોખંડની પાઇપ, ઇંટ જે હાથમાં આવે તેના વડે માર્યુ

આરોપીઓ દ્વારા ફરિયાદીના પિતાને પણ માર મારવામાં આવતા તેમને હોસ્પિટલ લઇ જવા પડ્યા હતા. બાદમાં આરોપીઓ એક પછી એક ફરિયાદીના પરિજનો પર તુટી પડ્યા હતા. ધોકો, લાકડી, લોખંડની પાઇપ, ઇંટ જે હાથમાં આવે તેના વડે માર મારવાનું અને ઘરને નુકશાન પહોંચાડવાનો સિલસિલો ચાલ્યો હતો. બાદમાં ધમકી આપતા કહ્યું કે, આજે તો તમને કોઇને જીવતા રહેવા દેવા નથી. બધાયને મારી નાંખવા છે.

Advertisement

8 સામે ફરિયાદ નોંધાઇ

આખરે ઉપરોક્ત મામલે હેમંતભાઇ કિશોરભાઇ સોલંકી, કલ્પેશભાઇ કિશોરભાઇ સોલંકી, અંકિતભાઇ સુરેશભાઇ સોલંકી, રાજનભાઇ પ્રદિપભાઇ સોલંકી, કૌશિકભાઇ પ્રદિપભાઇ સોલંકી, વિનાયક કિશોરભાઇ સોલંકી, પ્રિતેશભાઇ પ્રવીણભાઇ સોલંકી, પ્રગ્નેશભાઇ સુરેશભાઇ સોલંકી (તમામ રહે. પાદરા ટાઉન, વડોદરા) સામે રાયોટીંગ સહિતના કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો -- VADODARA : ધાબા પરથી ફટાકડા ફોડીને નાંખતા છુટ્ટા હાથે મારામારી

Tags :
Advertisement

.

×