VADODARA : પંડ્યા બ્રિજ પર ટ્રક અને કાર બંધ પડતાં લાંબો ટ્રાફીક જામ
VADODARA : વડોદરા (VADODARA) શહેરના અતિવ્યસ્ત રહેતા પંડ્યા બ્રિજ પર આજે સવારે પીક અવર્સમાં કાર અને ટેમ્પો બંધ પડી ગયા હતા. જેના કારણે લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો. ટેમ્પામાં કારબા લાદેલા હોવાના કારણે તેને સરળતાથી ટો કરવું મુશ્કેલ હતું. જો કે, તે અંગેની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સાથે શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીક નિયમન અંગોનો મોરચો સંભાળવામાં આવ્યો હતો. ટ્રાફીક પોલીસે સ્થિતી સંભાળતા લોકોને આંશિક રાહત મળવાનું શરૂ થઇ ગયું હતું.
પાછળથી આવતા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
વડોદરાના પંડ્યા બ્રિજ પર વાહનોની અવર-જવર વધુ રહે છે. સામાન્ય દિવસોમાં પણ ક્યારેક અહિંયા હળવો ટ્રાફીક જામ સર્જાતો હોય છે. ત્યારે આજે સવારે પીક અવર્સમાં ગેંડા સર્કલથી લઇને પંડ્યા બ્રિજ તરફ જવાના રૂટ પર એક કારબા ભરેલો ટેમ્પો અને કાર બંધ પડી ગયા હતા. જેને પહલે પાછળથી આવતા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને પીક અવર્સમાં નોકરીએ જઇ રહેલા લોકોના માથે ચિંતાની લકીર જોવા મળી હતી.
વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સાથે જ ટ્રાફીકનું નિયમન કર્યું
જો કે, સમગ્ર ઘટના અંગે વડોદરા શહેર ટ્રાફીક પોલીસને જાણ થતા જ તુરંત જવાનો ઘટન સ્થળે દોડી આવ્યા હતા. અને ટ્રાફીક નિયમનની સ્થિતી પોતાના હાથમાં લીધી હતી. ટ્રાફીક પોલીસના જવાનોએ કારબા ભરેલા ટેમ્પાને ખસેડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સાથે જ ટ્રાફીકનું નિયમન કર્યું હતું. ટ્રાફીક પોલીસ આવતા જ ધીરે ધીરે ટ્રાફીક દુર થવાનો શરૂ થઇ ગયો હતો. અને પીક અવર્સમાં ટ્રાફીક જામમાં ફસાયેલા લોકોને રાહત મળવાનું શરૂ થઇ ગયું હતું.
આ પણ વાંચો -- VADODARA : ધારાસભ્યની હઠ સંતોષવા પાલિકા મોટો ખર્ચ કરશે, જાણો સમગ્ર મામલો