VADODARA : પ્રતિબંધિત ચાઇનીઝ દોરા વેચનારા પર તવાઇ, મુન્ની ઝડપાઇ
VADODARA : ઉત્તરાયણ (UTTARAYAN - 2025) માં ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ (PROHIBITED CHINESE THREAD - VADODARA) મુકવામાં આવ્યો હોવા છતાં કેટલાક શખ્સો દ્વારા રોકડી કરવાના આશયથી જીવલેણ દોરીનું વેચાણ કરવામાં આવે છે. આવા તત્વો પર વડોદરા પોલીસ તથા વિવિધ શાખાઓની તવાઇ જારી છે. તાજેતરમાં શહેરના પાણીગેટ વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતી મહિલાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી રૂ. 2 લાખથી વધુની કિંમતનો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
370 થી વધુ રીલ મળી આવી હતી
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલનું ખરીદ-વેચાણ તથા કાયદો અને વ્યવસ્થાને લઇને કામગીરી ચાલી રહી હતી. દરમિયાન બાતમી મળી કે, પાણીગેટ, શાસ્ત્રીબાગ વુડાના મકાનમાં રહેતા ક્રિષ્ણાબેન ઉર્ફે મુન્ની સુનીલભાઇ દેવીપુજક દ્વારા ઉત્તરાયણ માટે ચાઇનીઝ દોરા મંગાવીને વેચાણ કરી રહ્યા છે. અને હાલ જથ્થો સંગ્રહ કરીને રાખ્યો છે. બાતમીના આધારે પાણીગેટ પોલીસ દ્વારા સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 370 થી વધુ રીલ મળી આવી હતી. જેની કિંમત રૂ. 2 લાખથી વધુની આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહીનું મુન્નીની અટકાયત કરવામાં આવી છે.
ચાઇનીઝ દોરાનો ધંધો કરવા માટે વેપારીઓ ખચકાતા નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પૂર્વે પગંતના દોરા વડે ગળું ચિરાઇને મોતની ઘટનાઓ અથવા ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે આટલી ગંભીર ઘટનાઓ સામે આવ્યા બાદ પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો ધંધો કરવા માટે વેપારીઓ ખચકાતા નથી. તો બીજી તરફ પોલીસ દ્વારા પણ આવા વેપારીઓને ડામવા માટે ચાંપતી નજર રાખવામાં આવે છે. આવનાર સમયમાં વધુ ચાઇનીઝ દોરી વેચનારાઓ પર તવાઇ આવે તો નવાઇ નહીં.
આ પણ વાંચો -- Kheda: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે હ્રદય કંપાવે તેવો અકસ્માત, ડ્રાઈવરનું ઘટના સ્થળ પર જ મોત