Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર આરોપીઓનો વરઘોડો નીકળ્યો

VADODARA : આજે તો તને પતાવી દઇશ, કહી તલવારનો ઘા કરવા જતો હતો. તેવામાં ફરિયાદીએ જમણા હાથે તલવાર પકડી લેતા આંગળીમાં ગંભીર ઇજા પહોંચી
vadodara   તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર આરોપીઓનો વરઘોડો નીકળ્યો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. ત્યારે કેટલીક છુટીછવાઇ હિંસાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. આવા કિસ્સાઓમાં આરોપીઓનું મનોબળ તોડી પાડવા માટે જે વિસ્તારમાં તેમને ખોફ હોય, ત્યાં જ જાહેરમાં તેમનો વરઘોડો કાઢવામાં આવે છે. આવી જ એક ઘટના આજરોજ પાણીગેટ પોલીસ મથક (PANIGATE POLICE STATION - VADODARA) વિસ્તારમાં બનવા પામી છે. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર આરોપીઓનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો છે. આરોપીઓનો વરઘોડો કાઢવાની વાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH SANGHVI) એ મક્કમતાપૂર્વક કહી હતી. જેનું વડોદરા પોલીસ (VADODARA POLICE) પાલન કરી રહી છે.

જુના ઝઘડાની અદાવતે બંનેએ તેઓનો ગાળો આપી

પાણીગેટ પોલીસ મથકમાં હિતેષભાઇ કહારએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ રાત્રે પત્ની અને પુત્ર સાથે સાળાના દિકરાના લગ્નની જાનમાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા. પાણીગેટ શાક માર્કેટ પાસે જાન પહોંચી હોવાથી તેઓ ગંજખાના પોલીસ ચોકી પાસે પત્નીને ઉતારીને આગળ ઉભા રહ્યા હતા. દરમિયાન બાવચાવાડના નાકા પાસે સાઢુ નરેશ ઉર્ફે લાલી કહાર તથા તેના દિકરા હર્ષ કહાર ઉભા હતા. અને જુના ઝઘડાની અદાવતે બંનેએ તેઓનો ગાળો આપી હતી. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Advertisement

આજે તો તને પતાવી દઇશ

બાદમાં નરેશ ઉર્ફે લાલીએ ફરિયાદીને મોંઢા તથા છાતી પર માર માર્યો હતો. દરમિયાન હર્ષ કહારે ચાકુ લાવીને ઘા ઝીંકવા જતો હતો. તેવામાં ફરિયાદીનો ભાઇ આવી જતા તેણે બંનેને છુટ્ટા પાડ્યા હતા. દરમિયાન શિવમ કહારે તલવાર લઇને આવીને આજે તો તને પતાવી દઇશ, કહી તલવારનો ઘા કરવા જતો હતો. તેવામાં ફરિયાદીએ જમણા હાથે તલવાર પકડી લેતા આંગળીમાં ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં ઇજાગ્રસ્ત હાલતમાં ફરિયાદીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું છે.

Advertisement

વિસ્તારને ભયમુક્ત બનાવવાના પ્રયાસોની સરાહના

આખરે ઉપરોક્ત મામલે નરેશ ઉર્ફે લાલી શિવાભાઇ કહાર, હર્ષ કહાર (બંને રહે. પ્રભાત સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા) અને શિવન જતીનભાઇ કહાર સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને જે વિસ્તારમાં ખોફ જમાવ્યો ત્યાં જ તમામનો વરઘોડો કાઢ્યો હતો. પાણીગેટ પોલીસ મથક વિસ્તારને ભયમુક્ત બનાવવાના પ્રયાસોની લોકો સરાહના કરી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : ઝઘડો થાળે પાડવા જતા પોલીસ કોન્સ્ટેબલ જોડે ગેરવર્તણૂંક કરી શર્ટ ફાડ્યું

Tags :
Advertisement

.

×