VADODARA : ઠંડીમાં વધારો થતા શાળાનો સમય બદલવા માગ
VADODARA : ધીમા પગે પ્રવેશીને મજબૂત થનાર શિયાળા (WINTER - 2024) ની ઠંડીનો ચમકારો હવે બધાય અનુભવી રહ્યા છે. ત્યારે ઠંડીના વાતાવરણમાં શરદી જન્યરોગો પ્રસરવાની શક્યતાઓ છે. જેને લઇને વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન (VADODARA PARENTS ASSOCIATION)દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી (EDUCATION MINISTER OF GUJARAT) અને વડોદરાના જિલ્લા શિક્ષણાધિકારી (VADODARA DEO OFFICE) ને ઇમેલ કરીને શાળાના સમય (SCHOOL TIME CHANGE IN COLD WINTER) માં પરિવર્તન કરવા માટેની માગ રજુ કરવામાં આવી છે. શાળા મોડી શરૂ થાય તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેને સાનુકુળતા રહે તેવા આશયથી પોતાની માગ મુકવામાં આવી છે.
વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા ઇમેલ કરવામાં આવ્યો
વડોદરા સહિત રાજ્યભરમાં શિયાળો જામી રહ્યો છે. દિવસ-રાત બંને સમય ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં ઠંડીના વાતાવરણમાં શરદીજન્ય રોગ પ્રસરવાની શક્યતાઓ વધુ હોય છે. ત્યારે વડોદરા શહેરની શાળાઓના સમયમાં બદલાવ લાવવા માટે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર (EDUCATION MINISTER OF GUJARAT - DR. KUBER DINDOR) અને વડોદરાના જિલ્લા શિક્ષણાધિકારી (VADODARA DEO) ને વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા ઇમેલ કરવામાં આવ્યો છે. અને પોતાની માગ મુકવામાં આવી છે. આમ થવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ અનુકુળતા રહે તેવું વાલીઓનું માનવું છે.
શાળાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે વિનંતી
સાથે જ ઇમેલમાં વધુ એક માગ મુકતા લખ્યું છે કે,શહેરની કોઇ પણ શાળા દ્વારા કોઇ પણ વિદ્યાર્થીનો ખાનગી કાર્યક્રમમાં ફરજિયાત પણે ભાગ લેવડાવવામાં આવતો હોય તો તેવી શાળાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માટેની વિનંતી ઇમેલમાં કરવામાં આવી છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા વાલીઓની માગણી સરકાર સમક્ષ મુકવામાં આવી છે. હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : મહીસાગર નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર રેડ, ફ્લાઇંગ સ્કવોર્ડનો સપાટો