Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સાબરમતી ટ્રેનના મુસાફરો જોડે સાંસદનો સંવાદ, કહ્યું "નિશ્ચિંત રહેજો"

VADODARA : ઉત્તરપ્રદેશના કાનપુર (Kanpur Train Accident) પાસે ગુજરાત તરફ આવતી સાબરમતી ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડતા અકસ્માત સર્જાયો છે. સદ્નસીબે આ ઘટનામાં કોઇ પણ મુસાફરનું જાન-માલનું નુકશાન પહોંચ્યું નથી. અને હાલ તમામને પરત લાવવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા...
vadodara   સાબરમતી ટ્રેનના મુસાફરો જોડે સાંસદનો સંવાદ  કહ્યું  નિશ્ચિંત રહેજો
Advertisement

VADODARA : ઉત્તરપ્રદેશના કાનપુર (Kanpur Train Accident) પાસે ગુજરાત તરફ આવતી સાબરમતી ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડતા અકસ્માત સર્જાયો છે. સદ્નસીબે આ ઘટનામાં કોઇ પણ મુસાફરનું જાન-માલનું નુકશાન પહોંચ્યું નથી. અને હાલ તમામને પરત લાવવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ ટ્રેનમાં ગુજરાતના સૌથી વધુ વડોદરા (VADODARA) ના મુસાફરો છે. ત્યારે સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા મુસાફરો સાથે સંપર્ક સાધીને તેમની ખબર-અંતર પુછી તેમને જરૂરી મદદ કરવાની તૈયારી દાખવવામાં આવી છે.

મદદ માટે તૈયારી દર્શાવી

વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી ટ્રેનના ડબ્બા આજે સવારે પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં તમામ મુસાફરો સલામત છે. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા આ ટ્રેનના મુસાફરો સાથે વાત કરીને તેમને જરૂરી મદદ કરવાની તૈયારી દાખવવામાં આવી છે. મીડિયા સમક્ષ કરેલી વાતમાં સાંસદ દ્વારા મુસાફરોને જમવા તથા અન્ય સુવિધાઓ અંગે પુછવામાં આવ્યું છે. અને કોઇ પણ જગ્યાએ મદદ માટે તૈયારી દર્શાવી છે. સાંસદ રેલ મંત્રાલય અને રેલવે ડિવીઝનના સંપર્કમાં હોવાનું પણ તેમણે જણાવ્યું છે. એક સંવાદમાં તેમણે કહ્યું કે, બધાને જયશ્રી કૃષ્ણ કહેજો. નિશ્ચિંત રહેજો.

Advertisement

ટ્રેન અડધો કલાક મોડી ચાલી રહી છે

સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું કે, સાબરમતી એક્સપ્રેસમાં અજાણી વસ્તુ મુકીને ડીરેલ કરવાનો પ્રયત્ન થયો હતો. અને ટ્રેનના ડબ્બાને પાટા પરથી ઉતરી ગયા હતા. સદ્નસીબે તમામ યાત્રીઓ સલામત છે. તેમને કોઇ નુકશાન નથી થયું. આપણા કેન્દ્રિય રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવની ઓફીસ અને વેસ્ટર્ન રેલવેની ઓફીસમાં અમે સતત સંપર્કમાં રહ્યા છીએ. આ ટ્રેનમાં ગુજરાતના જેટલા મુસાફરો છે, તે પૈકી સૌથી વધુ વડોદરાના મુસાફરો છે. તમામ માટે એક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરીને તેમના સ્ટેશન પર પરત લાવવામાં આવી રહ્યા છે. ટ્રેન અડધો કલાક મોડી ચાલી રહી છે. તમામ યાત્રીઓના નામની ખરાઇ વગેરે ચાલી રહ્યું છે. તે પૂર્ણ કરીને સફર શરૂ થનાર છે.

Advertisement

કશું પણ ચિંતા કરવા જેવું નથી

વધુમાં તેમણે જણાવ્યું કે, આજે મોડી રાત્રે તેઓ પહોંચે તેવી આશા છે. તમામ લોકો હેમખેમ છે. કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ સાથે પણ કેટલાક યાત્રીઓનો સંપર્ક થયો છે. તેમની સાથે સંપર્ક કરીને તેમને કયા પ્રકારની વ્યવસ્થા કરી છે, અને કઇ સુવિધાની જરૂર છે તે જાણ્યું છે. હું તમામના સ્વજનોને કહેવા માંગુ છું કે, તેઓ તમામ સુરક્ષીત છે. અને કશું પણ ચિંતા કરવા જેવું નથી.

આ પણ વાંચો -- VADODARA : "ડોક્ટરે રિવોલ્વર કાઢી તે ખોટું છે", IMA શહેર પ્રમુખનો મત

Tags :
Advertisement

.

×