Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પટેલ રજવાડી ચાય સ્ટોલમાંથી બાળશ્રમિક મુક્ત કરાવાયો

VADODARA : બાતમી મળી, પટેલ રજવાડી ચાય, માણેકપાર્ક સર્કલમાં સંચાલક દ્વારા બાળકો પાસે મજુરી કરાવીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે
vadodara   પટેલ રજવાડી ચાય સ્ટોલમાંથી બાળશ્રમિક મુક્ત કરાવાયો
Advertisement

VADODARA : વડોદરાના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (VADODARA POLICE - ATHU UNIT) દ્વારા પટેલ રજવાડી ચાય સ્ટોલમાંથી બાળ શ્રમિકને મુક્ત કરાવ્યો (CHILD LABOR FREE FROM PATEL RAJWADI CHAI STALL - VADODARA) છે. સ્ટોલ સંચાલક દ્વારા બાળ મજુરી કરાવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં 16 વર્ષિય સગીર મળી આવ્યો હતો. જે બાદ આ મામલે હરણી પોલીસ મથકમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ - 2015 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે. અને સ્ટોલ સંચાલક સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સ્થળ તપાસ કરતા એક 16 વર્ષિય સગીર મળી આવ્યો

વડોદરાના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ની ટીમો હરણી પોલીસ મથકમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ટીમને બાતમી મળી કે, પટેલ રજવાડી ચાય, માણેકપાર્ક સર્કલમાં સ્ટોલ સંચાલક દ્વારા નાના બાળકો પાસે મજુરી કરાવીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. જેથી ટીમો તુરંત સ્થળ તપાસ માટે પહોંચી હતી. સ્થળ તપાસ કરતા એક 16 વર્ષિય સગીર મળી આવ્યો હતો. જેની વિગતો મેળવીને તેને તેના સગા સંબંધિઓને સોંપવામાં આવ્યો છે.

Advertisement

બેજવાબદાર સંચાલક સામે ફરિયાદ

આ મામલે પટેલ રજવાડી ચાય સ્ટોલના બેજવાબદાર સંચાલક દેવીલાલ લવજી પાટીદાર (મુળ રહે. વનોરી, હાડમલા, સાગવાડા, ડુંગરપુર, રાજસ્થાન) સામે હરણી પોલીસ મથકમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ - 2015 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : મધપૂડો દુર કરવા બાળકનેે દોરડું બાંધી લટકાવ્યો..!

Tags :
Advertisement

.

×