Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાર્ક કરેલી કારમાંથી દારૂનો જથ્થો શોધી કાઢતી PCB

VADODARA : બાતમી મળી કે, અલકાપુરી મિલનકુંજ ક્લબ હાઉસ કમ્પાઉન્ડ દિવાલ પાસે પાર્ક કરેલી કારમાં વિદેશી દારૂનો મુકીને રાખવામાં આવ્યો છે.
vadodara   પાર્ક કરેલી કારમાંથી દારૂનો જથ્થો શોધી કાઢતી pcb
Advertisement

VADODARA : વડોદરા પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બાતમીના આધારે પાર્ક કરેલી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. શહેરના પોશ અલકાપુરી વિસ્તારમાં મુલનકુંજ ક્લબ હાઉસના કમ્પાઉન્ડ દિવાલ પાસે કરેલી કાર્યવાહીમાં પીસીબીની ટીમને સફળતા મળી છે. આ મામલે સયાજીગંજ પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. અને કાર નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. (PCB POLICE CAUGHT ILLEGAL LIQUOR FROM PARKED CAR IN POSH AREA - VADODARA)

પીસીબીની ટીમે સ્થળ પર પહોંચીને કાર શોધી કાઢી

વડોદરામાં પ્રોહીબીશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પીસીબી પોલીસની ટીમો સતત પ્રયત્નશીલ રહે છે. દરમિયાન તાજેતરમાં પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, અલકાપુરી મિલનકુંજ ક્લબ હાઉસના કમ્પાઉન્ડ દિવાલ પાસે પાર્ક કરેલી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો મુકીને રાખવામાં આવ્યો છે. બાતમીને પગલે પીસીબીની ટીમે સ્થળ પર પહોંચીને કાર શોધી કાઢી હતી. તે બાદ કારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

કુલ રૂ. 3.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કારમાંથી તપાસ કરતા વ્હીસ્કી, વોડકકા અને બિયરની 250 થી વધુ બોટલો મળી આવી હતી. પીસીબી પોલીસે સમગ્ર કાર્યવાહીમાં રૂ 42 હજારના દારૂ અને કાર મળીને કુલ રૂ. 3.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરોક્ત મામલે કાર નંબરના આધારે માલિક પર સયાજીગંજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ કાર માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : બોલાચાલીની અદાવતે મિત્રના ટુ વ્હીલર ફૂંકી માર્યા

Tags :
Advertisement

.

×