Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મોપેડના પાયલોટીંગ સાથે રીક્ષામાં જતી દારૂની સવારી ઝડપાઇ

VADODARA : બાતમી મળી હતી કે, રાવપુરા જમ્બુબેટ ખાતે રહેતો રમેશ કહાર પોતાના ઘરે એમપીથી મંગાવેલો દારૂ રીક્ષામાં લઇ જઇ રહ્યો છે
vadodara   મોપેડના પાયલોટીંગ સાથે રીક્ષામાં જતી દારૂની સવારી ઝડપાઇ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં દિવસેને દિવસે બુટલેગરોની ચાલાકી ઉંધી પાડીને દારૂનો જથ્થો પકડવામાં પોલીસ તથા વિવિધ બ્રાંચોને સફળતા મળી રહી છે. તાજેતરમાં વડોદરા પોલીસ (VADODARA POLICE) ની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PREVENTION OF CRIME BRANCH - VADODARA) ની ટીમો દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં મોપેડ પર પેટ્રોલીંગ કરીને રીક્ષામાં લઇ જવાતી દારૂની સવારી પકડી પાડવામાં આવી છે. આ સાથે બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

રીક્ષાનું મોપેડ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે

વડોદરા શહેરમાં પ્રોહીબીશન તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PREVENTION OF CRIME BRANCH - VADODARA) ની ટીમો સતત વોેચમાં રહે છે. દરમિયાન તાજેતરમાં પીસીબીના બે હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, રાવપુરા જમ્બુબેટ ખાતે રહેતો રમેશ કહાર પોતાના ઘરે એમપીથી મંગાવેલો દારૂ રીક્ષામાં લઇ જઇ રહ્યો છે. આ રીક્ષાનું મોપેડ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ દારૂને સંતોષી માતાના મંદિર, પંચવટી કેનાલ પાસે રહેતા કિરૂ પરમારને ત્યાં પહોંચાડવાનો છે.

Advertisement

જવાહર નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

ટુંક સમયમાં પંચવટી તરફથી ઉંડેરા તરફ પસાર થનાર છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં બાતમીથી મળતા આવતા શખ્સો મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. બંને સામે જવાહર નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

બે ની ધરપકડ, બે વોન્ટેડ જાહેર

ઉપરોક્ત કાર્યવાહીમાં રમેશ રામલાલ કહાર (રહે. ભોલેનાથ એપાર્ટમેન્ટ, રેવા હોસ્પિટલ પાસે, જંબુબેટ, રાવપુરા, વડોદરા) અને વિનાયક ઉર્ફે પકીયો કૃષ્ણભાઇ ચીકને (મરાઠી) (રહે. ઠાકોરજી એવન્યુ, ફતેપુરા પોલીસ ચોકીની પાછળ, ફતેપુરા, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જ્યારે મુકેશ ગૌડ (રહે. ઇન્દોર, એમપી) અને કીરણ ઉર્ફે કીરુ પરમાર (રહે. શ્રીહરી ટેનામેન્ટ, પંચવટી કેનાલ રોડ, વડોદરા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ કાર્યવાહીમાં રૂ. 58 હજારના દારૂ સાથે કુલ રૂ. 2.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : આડા સંબંધની આશંકાએ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું

Tags :
Advertisement

.

×