ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : આધાર કાર્ડની કચેરી બહાર અરજદારો લાંબી કતારમાં લાગ્યા

VADODARA : અમે કેવી રીતે બધુ મેનેજ કરીએ. વડોદરાની આ એકમાત્ર ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે. કેમ એક જ ઓફિસમાં આ કામ થાય ?
02:18 PM Jan 23, 2025 IST | PARTH PANDYA
VADODARA : અમે કેવી રીતે બધુ મેનેજ કરીએ. વડોદરાની આ એકમાત્ર ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે. કેમ એક જ ઓફિસમાં આ કામ થાય ?

VADODARA : વર્ષ 2025 ના શરૂઆતના દિવસોમાં આવાસ યોજનાના ફોર્મ માટે અરજદારો ખાનગી બેંકની બહાર લાંબી કતારોમાં સવારથી જ ગોઠવાયેલા જોવા મળ્યા હતા. આ સિલસિલો હજી માંડ અટક્યો છે, ત્યાં તો હવે વડોદરા શહેર (VADODARA CITY) ની નવરંગ ટોકીઝ પાસે આવેલી કચેરી બહાર આધાર કાર્ડ માટે લાંબી કતારોમાં અરજદારો (LONG QUEUE FOR AADHAR CARD - VADODARA) લાગ્યા છે. જેના કારણે તંત્રની લાપરવાહી સામે સવાલો ઉઠવા પામ્યા છે. ટેક્સ ભરપાઇ કરતા લોકોને એક નહિં તો બીજા કારણોસર કતારમાં ઉભા રાખવા માટે ટેવાયેલું તંત્ર ક્યારે સુધરશે, તેવી લોકચર્ચાઓએ સ્થાન લીધું છે. કતારમાં ઉભા રહેલો લોકોનું કહેવું છે કે, આધાર કાર્ડની કામગીરી ઓફિસના કલાકો દરમિયાન જ થાય છે. આટલી લાંબી લાઇનો જોઇને તેમણે વધુ કાઉન્ટર શરૂ કરવા જોઇએ.

તેઓ ટોકન આપીને ટાઇમ પણ આપી શકે છે

કતારમાં ઉભા રહેલા અરજદારે જણાવ્યું કે, સવારથી જ લાંબી લાઇનો પડે છે. હું સવારે 9 વાગ્યાથી લાઇનમાં ઉભો છું. લાઇન આગળ ખસતી જ નથી. હાલમાં એનઆરઆઇ પરત આવવાની મોસમ ચાલી રહી છે. આ કતારમાં 80 ટકા લોકો એનઆરઆઇ હોવાનો અંદાજ છે. આની જગ્યાએ તેઓ ટોકન આપીને ટાઇમ પણ આપી શકે છે. સાથે જ જે રીતે લાઇનો છે, તે જોતા તેમણે વધારે કાઉન્ટરની વ્યવસ્થા રાખવી જોઇએ.

કેમ એક જ ઓફિસમાં આ કામ થાય ?

ફિલિપાઇન્સથી આવેલા અરજદારે મીડિયાને જણાવ્યું કે, આ મારો ત્રીજો રાઉન્ડ છે. હું ફિલિપાઇન્સથી આવું છું. ડોક્યૂમેન્ટ પ્રોપર ના હોવાના કારણે એક વખત અમારી અરજી નકારી કાઢવામાં આવી હતી. મારી પત્ની ભારતીય નાગરિક નથી. આધાર કાર્ડ બધીજ જગ્યાએ જરૂરી છે. આ કામગીરી અઠવાડિયામાં માત્ર ગુરૂવારે થતી હોય છે. તો અમે કેવી રીતે બધુ મેનેજ કરીએ. વડોદરાની આ એકમાત્ર ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે. કેમ એક જ ઓફિસમાં આ કામ થાય ? આ કામગીરી ઓનલાઇન થવી જોઇએ.

આ પણ વાંચો ---- VADODARA : BJP MLA નું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું

Tags :
aadharaskbattercardforGujarat FirstGujarat NewsGujarati NewsinLONGManagementofficeoutsidePeoplequeueVadodara
Next Article