Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સનફાર્મા રોડથી ભાયલીને જોડતા સુચિત ઓવરબ્રિજનો વિરોધ

VADODARA : વડોદરા (VADODARA) માં સનફાર્મા રોડથી ભાયલી વિસ્તારને જોડતા સુચિત ઓવરબ્રિજનો સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આજે સવારે નાના બાળકોથી લઇને મહિલાઓઅને વૃદ્ધોએ એકત્ર થઇને તેને વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, જે કામ માત્ર 4 -...
vadodara   સનફાર્મા રોડથી ભાયલીને જોડતા સુચિત ઓવરબ્રિજનો વિરોધ

VADODARA : વડોદરા (VADODARA) માં સનફાર્મા રોડથી ભાયલી વિસ્તારને જોડતા સુચિત ઓવરબ્રિજનો સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આજે સવારે નાના બાળકોથી લઇને મહિલાઓઅને વૃદ્ધોએ એકત્ર થઇને તેને વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, જે કામ માત્ર 4 - 5 કરોડ માં થઇ શકે તેમ છે, તેની માટે પાલિકા ખોટી રીતે મોટો ખર્ચ કરી રહી છે. આ પૈસાની જ્યાં જરૂરત હોય ત્યાં ઉપયોગમાં લેવા જોઇએ તેવી સલાહ સ્થાનિકો દ્વારા સત્તાધીશોને આપવામાં આવી છે.

Advertisement

આગળ કોઇ વસાહત નથી

વિરોધ કરનાર સ્થાનિકો સર્વેએ જણાવ્યું કે, સરકારે રૂ. 67 કરોડનો બ્રિજ પાસ કર્યો છે. જે સનફાર્માથી ભાયલી ટીપી - 4 ને જોડવા માંગે છે, જે વસ્તુ 4 - 5 કરોડમાં થઇ શકે છે. તે અહિંયા થઇ શકે છે. તેની માટે બ્રિજની કોઇ જરૂરત નથી. આગળ કોઇ વસાહત નથી, બધા જ ખેતરો આવેલા છે. એપાર્ટમેન્ટ કશું બન્યું નથી. સરકારનું કહેવું છે કે, આ 6 લેન હાઇવેને જોડી રહ્યા છે. પરંતુ તેનું જંક્શન પાદરા હાઇવે થી છે. અમારા મહેનતના રૂપિયા ખોટી રીતે ખર્ચવાનો અમે વિરોધ કરી રહ્યા છે.

કેનાલ સાયફન બની શકે છે

વધુમાં તમામે ઉમેર્યું કે, અહિંયા 60 થી વધુની ઉંમરના લોકો રહી રહ્યા છે, શાળાઓ આવેલી છે, તેમને કંઇ થયું તો જવાબદાર થશે. આ અંગે અમે મ્યુનિસિપલ કમિશનર, વિરોધ પક્ષના નેતા, ડે. મેયર અને કલેક્ટરને પણ આવેદન પત્ર આપ્યું છે. તે લોકોએ પતરા માર્યા છે. આ નાની નહેર છે, તેની માટે આટલો ખર્ચ કરવાની કોઇ જરૂરત નથી. કેનાલ સાયફન બની શકે છે, તેની ઉપરથી રસ્તો બની શકે છે. ઓછા ખર્ચે બની શકે, ત્યારે મોટો ખર્ચ કરવાની જરૂરત નથી. બે અઠવાડિયા પહેલા રોડ બનાવ્યા હતા. અહિંયાથી 10 કિમીમાં તમે જાઓ. કોઇ પણ રોડ સારી હાલતમાં નથી. આવતા અઠવાડિયે ફરી આંદોલન કરીશું.

Advertisement

જ્યાં જરૂર છે, ત્યાં પૈસા વાપરો

મહિલાઓએ સર્વેએ કહ્યું કે, આ રસ્તા પરના ખાડા તમે જુઓ. પૂરમાં અમારે ત્યાં પણ પાણી આવ્યું હતું. જરૂરીયાત હોય તેટલો જ બ્રિજ બનાવો. અમે ભાયલી અને ટીપી - 4 માં વિરોધ કરી રહ્યા છીએ. બ્રિજ બનવાથી નુકશાન થશે. સ્કુલના રસ્તામાં તમે સ્ટોપેજ કરી રહ્યા છો. કેટલી મુશ્કેલી સર્જાશે, તમે અંદાજો તો લગાડો. જ્યાં જરૂર છે, ત્યાં પૈસા વાપરો.

આ પણ વાંચો -- VADODARA : જાંબુઆમાં આવાસના મકાનની છતનો ભાગ પડતા બાળકી ઇજાગ્રસ્ત

Advertisement

Tags :
Advertisement

.