VADODARA : નવા વર્ષમાં પણ શહેરીજનોને કતારોમાંથી મુક્તિ નહીં
VADODARA : વડોદરા (VADODARA) માં નવા વર્ષના પહેલા જ દિવસથી શહેરીજનો કતારમાં લાગ્યા છે. સરકાર દ્વારા ખાનગી બેંકોમાંથી આવાસ યોજનાના ફોર્મનું (GOVT AWAS YOJNA FORM DISTRIBUTION - VADODARA) વિતરણ કરવામાં આવતા લોકો કતારમાં લાગ્યા છે. નવા વર્ષે લોકોને કતારોમાંથી મુક્તિ મળશે તેવી આશા હતી. પરંતુ તેમ થયું નથી. ફોર્મ લેનારનું કહેવું છે કે, સરકાર દ્વારા જે જરૂરીયામંદ હોય તેને જ આવાસના મકાનોની ફાળવણી કરવી જોઇએ. હાલમાં જેને જરૂર નથી તેને કરવામાં આવે છે. અને બાદમાં તે સરકારી આવાસના મકાનોને ભાડે ચઢાવી દે છે.
કતારોમાંથી મુક્તિ મળવાની જગ્યાએ વિપરીત પરિસ્થિતીનું સર્જન
સરકાર દ્વારા લોકોને પોતાના ઘરનું સપનું પુરૂ કરવા માટે આવાસના મકાનોના ફાળવણી કરવામાં આવે છે. વડોદરામાં આવાસ યોજનાના ફોર્મનું વિતરણ કાર્ય ખાનગી બેંકમાંથી ગોત્રી વિસ્તારમાં કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ફોર્મ લેવા માટે નવા વર્ષની શરૂઆતમાં જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આમ, વર્ષની શરૂઆતમાં જ લોકોને કતારોમાંથી મુક્તિ મળવાની જગ્યાએ વિપરીત પરિસ્થિતીનું સર્જન થયું છે.
250 મકાનની ફાળવણી કરવાની કરવાની હોય ત્યાં 25 હજાર ફોર્મ ભરાય તે ખોટું
અરજદાર વણકર જિતેન્દ્ર અંબાલાલ એ મીડિયાને જણાવ્યું કે, જેને આવાસ યોજનાનો લાભ મળવો જોઇએ તેને મળતો નથી. હાલમાં પણ એક વ્યક્તિ બે-ત્રણ ફોર્મ લઇ રહ્યું છે. હું 15 વર્ષથી વડોદરાનો વતની છું, છઠ્ઠી વખત ફોર્મ ભરી રહ્યો છું. જે લોકો મકાન મેળવીને ભાડે ચલાવી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી થવી જોઇએ. પહેલા ભાડુઆત રહેતા હોય તેમને મકાનની ફાળવણી કરાવવી જોઇએ. ખોટું કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ. ઉદાહરણ તરીકે 250 મકાનની ફાળવણી કરવાની કરવાની હોય ત્યાં 25 હજાર ફોર્મ ભરાય તે ખોટું છે. જે જરૂરીયાતમંદ છે, તેને મકાનો મળતા નથી. અને જેને મકાનો મળે છે, તેઓ બાદમાં ભાડે આપી દે છે.
આ પણ વાંચો -- VADODARA : કમાટીબાગના ઐતિહાસીક બ્રિજ પરથી પસાર થવું સપનું બનશે