ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ગંદા મેસેજ મોકલનાર શખ્સ ઘરમાં ઘૂસ્યો, ચાકુની અણીએ ધમકી

VADODARA : તાજેતરમાં મહિલાના પતિ ઘરે હાજર ન્હતા. તે આરસામાં આદિલ મહિલાના ઘરે અચાનક ઘૂસી આવ્યો હતો. અને જબરદસ્તી કરી હતી.
11:05 AM Nov 20, 2024 IST | PARTH PANDYA
VADODARA : તાજેતરમાં મહિલાના પતિ ઘરે હાજર ન્હતા. તે આરસામાં આદિલ મહિલાના ઘરે અચાનક ઘૂસી આવ્યો હતો. અને જબરદસ્તી કરી હતી.

VADODARA : વડોદરા ગ્રામ્યના પાદરા (VADODARA RURAL - PADRA) માં પરિણીતાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ગંદા મેસેજ કરનાર શખ્સ અચાનક તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો. અને તેણીની સાથે જબરદસ્તી કરી હતી. જો કે, મહિલાએ તેનો પુરી તાકાત સાથે વિરોધ કરતા તેના બદઇરાદા પાર પડ્યા ન્હતા. આખરે બદઇરાદા સાથે ઘરમાં પ્રવેશેલો શખ્સ ચાકુની અણીએ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પાદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આદિલ પરિણીતાને બિભત્સ વીડિયો પણ મોકલતો રહેતો હતો

વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાદરામાં પરિણીતા તેના પતિ તથા પરિવાર સાથે રહેતી હતી. પરિણીતાને આદિલભાઇ આરીફભાઇ મલેક (રહે. ટાવર રોડ, પાદરા ટાઉન) દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ગંદા-ગંદા મેસેજ મોકલવામાં આવતા હતા. સાથે જ આદિલ પરિણીતાને બિભત્સ વીડિયો પણ મોકલતો રહેતો હતો. આ વચ્ચે તાજેતરમાં મહિલાના પતિ ઘરે હાજર ન્હતા. તે આરસામાં આદિલ મહિલાના ઘરે અચાનક ઘૂસી આવ્યો હતો.

તારા પતિને ખોટા કેસમાં ફસાવી દઇશ

ત્યાર બાદ આદિલે મહિલા જોડે જબરદસ્તી કરીને શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો પરિણીતાએ પુરી તાકાતથી વિરોધ કરતા તે અટક્યો હતો. જે બાદ આદિલે પરિણીતાને ચાકુ બતાવીને આ બાબતની જાણ કોઇને કરશે, તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં વધુમાં ધમકી આપતા તેણે કહ્યું કે, તારા પતિને ખોટા કેસમાં ફસાવી દઇશ.

પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આખરે આ ઘટનાનો ભોગ બનનાર મહિલાએ આબરૂ લેવાનો પ્રયાસ કરનાર આદિલભાઇ આરીફભાઇ મલેક (રહે. ટાવર રોડ, પાદરા ટાઉન) સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : ભાયલી ગેંગ રેપ કેસમાં પોલીસનું સોગંદનામું, વાંચો વિગતવાર

Tags :
DIRTYenterfemalehouseintomessagemisbehaveOPPOSEpersonsentVadodara
Next Article