ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ડભોઇને દર્ભાવતી બનાવવાના પ્રયાસ તરફ અગ્રેસર

અહેવાલ - પીન્ટુ પટેલ, વડોદરા  ડભોઇ નગરના નાગરિકો અને વેપારીઓની લાગણી અને માગણીને માન આપીને હાલ શાકમાર્કેટ મોટીબાગ ખાતે થી શાકમાર્કેટ આશરે 8 વર્ષ પહેલા હતું ત્યાં પુનઃ તેની મૂળ જગ્યા પર એટલે કે લાલ બજાર તળાવની પાળે શૂરું કરાશે....
12:44 PM Oct 18, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - પીન્ટુ પટેલ, વડોદરા  ડભોઇ નગરના નાગરિકો અને વેપારીઓની લાગણી અને માગણીને માન આપીને હાલ શાકમાર્કેટ મોટીબાગ ખાતે થી શાકમાર્કેટ આશરે 8 વર્ષ પહેલા હતું ત્યાં પુનઃ તેની મૂળ જગ્યા પર એટલે કે લાલ બજાર તળાવની પાળે શૂરું કરાશે....

અહેવાલ - પીન્ટુ પટેલ, વડોદરા 

ડભોઇ નગરના નાગરિકો અને વેપારીઓની લાગણી અને માગણીને માન આપીને હાલ શાકમાર્કેટ મોટીબાગ ખાતે થી શાકમાર્કેટ આશરે 8 વર્ષ પહેલા હતું ત્યાં પુનઃ તેની મૂળ જગ્યા પર એટલે કે લાલ બજાર તળાવની પાળે શૂરું કરાશે. જૂની જગ્યા ઉપર શાકભાજીનું માર્કેટ ચાલુ કરવામાં આવતા બજારના મૂળ ધંધા વેપારો ફરીથી ધમધમી ઉથશે તેવી આશા નગરજનો સેવી રહ્યા છે.

તમામ શાક માર્કેટના વેપારીઓનો નગરની જનતા તેમજ નગરના નગરજનોનો સહયોગ આપવા બદલ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને નગરપાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ તથા ચીફ ઓફિસર જય કિશન તડવી દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. ડભોઇ શાકમાર્કેટ જૂની જગ્યાએ પુનઃ શરૂ કરવામાં આવતા બજારમાં રોનક જોવા મળી રહી છે.

ડભોઇ શાક માર્કેટ તેની જૂની જગ્યા એ તળાવ પર પૂનઃ શરૂ થતાં શાકભાજી ખરીદી કરવા આવતા નગરજનો ખાસ કરીને મહિલાઓમાં ખુશી જોવા મળી હતી. તળાવ ખાતે બજાર શરૂ થતાં જ પહેલા દિવસ થી શાક માર્કેટમાં ઘરાકી જોવા મળી હતી. જેના કારણે શાક માર્કેટના વેઓરીઓ માં ખુશી જોવા મળી હતી.

છેલ્લા ઘણા સમયથી શાક માર્કેટ તેની જગ્યા એ પરત લાવવા વાતો થઈ રહી હતી. પરંતુ નવનિયુક્ત પ્રમુખ બીરેનભાઈ શાહે ચાર્જ સંભાળતા જ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઝુંબેશ હાથ ધરી ગામના હિત માટે વિકાસ કાર્યો ઝડપ થી શરૂ કરતાં ફક્ત એક અઠવાડિયા જેટલા સમયમાં શાક માર્કેટની જૂની જગ્યાની સાફસફાઈ કરાવી શાક માર્કેટ એસોસિએશનના હોદેદારો સાથે મિટિંગ યોજીને જગ્યાની ફાળવણી કરવામાં આવી અને શાક માર્કેટને તેની જૂની જગ્યા એ પુનઃ ધબકતું કર્યું .

આ કાર્યમાં ડભોઇ નગરપાલિકા સ્ટાફ ઉપરાંત સફાઈ કર્મીઓની દિવસ રાતની મહેનત રંગ લાવી અને સમય મર્યાદામાં શાક માર્કેટ રાબેતા મુજબ શરૂ કરાયું. ડભોઇની મધ્યમાં શાકમાર્કેટ ફરી શરૂ થતાં બજારના વેપારીઓ પણ ખુશ જોવા મળ્યા હતા. તેમજ બજારમાં અનેરી રોનક જોવા મળી હતી.

આ પણ વાંચો -- માં ની ભક્તિ અને શક્તિનું અદભૂત પ્રમાણ, અહી સળગતી ઇંઢોણી માથે  મૂકીને ગરબે ઘૂમે છે બાલિકાઓ

Tags :
APMCDabhoiGujarat NewsVadodaraVegetable Market
Next Article