Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ-શો અનેક આકર્ષણોથી ભરપૂર

VADODARA : વડોદરાના 2.5 કિમીના રૂટ પર આયોજિત રોડ-શો દરમિયાન રૂટ પર વૈશ્વિક નેતાની એક ઝલક પામવા માટે લોકોમાં પડાપડી
vadodara   વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો અનેક આકર્ષણોથી ભરપૂર
Advertisement

VADODARA : આજનો દિવસ વડોદરા અને દેશ માટે ઐતિહાસીક (HISTORIC DAY FOR VADODARA AND NATION) છે. ત્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) 9-30 કલાકે વડોદરાના એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ત્યાર બાદ તેમનું સ્વાગત, સત્કાર કરીને તેઓ રોડ-શો (PM MODI ROAD SHOW - VADODARA) સ્વરૂપે ટાટા એરબસના એસેમ્બ્લી પ્લાન્ટ સુધી જવા નીકળ્યા છે. રોડ-શો દરમિયાન રૂટ પર વૈશ્વિક નેતાની એક ઝલક પામવા માટે લોકોમાં પડાપડી જોવા મળી રહી છે. ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રથમ વખત વડોદરા આવી રહ્યા છે. તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પણ રોડ શોમાં જોડાયા છે. આ રોડ-શોના રૂટમાં અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. જે વડોદરાવાસીઓની ઉત્સુકતા સમજવા માટે પુરતા છે.

Advertisement

એમએસ યુનિવર્સિટીની છાત્રા દિયા ગોસાઇ જાતે બનાવેલા ચિત્રો સાથે માર્ગમાં ગોઠવાઇ ગઇ

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજને આવકારવા માટે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ અજબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એમાંય એક દિવ્યાંગ વિદ્યાર્થિનીનો આંગતૂકોને આવકારવા માટેનો ઉમંગ ઉડીને આંખે વળગે એવો હતો. એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ ઉત્તમ ચિત્ર કલાકાર છે. તે તેમના પરિજનો સાથે બન્ને વડાપ્રધાનશ્રીના જાતે દોરેલા ચિત્રોની ફ્રેમ સાથે માર્ગ ઉપર ગોઠવાઇ ગઇ હતી અને મહાનુભાવોના આગમનની આતૂરતા પૂર્વક રાહ જોતી જોવા મળી હતી.

Advertisement

કર્ણાટકના છાવ નૃત્ય રજૂ કરી કલાકારોએ જમાવ્યું આકર્ષણ

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેના પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાંચેજને આવકારવા માટે એરપોર્ટથી ટાટા ફેક્ટરી ઉપર ભારે ભીડ એકત્ર થતી જોવા મળી રહી છે. એમાંય સ્થાનિક કલાકારો દ્વારા રજૂ થતાં કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. વડોદરાના સાત કલાકારોના એક વૃંદે કર્ણાટકનું છાવ નૃત્ય રજૂ કર્યું હતું. દક્ષિણ ભારતના આ નૃત્ય અને તેની સાથે સંગીતે ઉપસ્થિતોમાં આકર્ષણ જમાવ્યું હતું.

સી – ૨૯૫ એરક્રાફ્ટના ૩૦૦૦ બેનરો દ્વારા દ્વારા મહાનુભાવોનું થયું સ્વાગત

ટાટા એરબસની ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજને નગરજનો દ્વારા અદમ્ય ઉત્સાહ સાથે આવકારવામાં આવી રહ્યા છે. એરપોર્ટ સર્કલથી છેક ટાટા ફેક્ટરી સુધી માર્ગમાં એક તરફ શહેરીજનો સ્વયંભૂ ગોઠવાઇ ગયા હતા. કેટલીક સંસ્થાઓ દ્વારા ત્રણ હજાર જેટલા સી – ૨૯૫ વિમાનના બેનર આપવામાં આવ્યા હતા. આ બેનર સાથે નિવૃત સેના જવાનો, યુવાનો, યુવતીઓ, બાળકો હાથમાં લઇ લહેરાવી રહ્યા હતા.

બોડીરોક સમુહના કલાકારોએ દેશભક્તિના ગીતો સાથે રજૂ કર્યા ડાન્સ

વડોદરા શહેરમાં પધારી રહેલા મહાનુભાવોને આવકારવા માટે અહીંના કલાકારોએ દેશભક્તિના ગીતો સાથે રજૂ કરેલા ડાન્સથી ગજબનું આકર્ષણ ઉભું થયું હતું. બોડીરોક ગ્રુપ દ્વારા વડાપ્રધાન મોદીના સ્વાગત માટે દેશભક્તિ ડાન્સ, તેમાં સેનાના જવાનોના પરિધાન સાથે રજૂ કરવામાં આવ્યો હતો. આ સમુહમાં સામેલ સાત નૃત્યકારોએ ઉત્સાહભેર ડાન્સ રજૂ કરી લોકોમાં આકર્ષણ સાથે દેશભક્તિનો માહોલ ઉભો કર્યો હતો.

આઝાદીના લડવૈયાઓના પરિધાનમાં જોવા મળ્યા નાગરિકો

આઝાદીના લડવૈયાઓના પરિધાનમાં આવેલા નાગરિકો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી પેડ્રો ચાંચેઝના કાફલાના માર્ગમાં જોવા મળ્યા હતા. જેમાં ભારત માતા, લક્ષ્મીબાઇ, ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ, સુખદેવ, સુભાષબાબુ સહિત બજરંગ બલીના પરિવેશમાં પણ નાગરિકો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : PM મોદીનો રોડ-શો, વૈશ્વિક નેતાની એક ઝલક પામવા પડાપડી

Tags :
Advertisement

.

×