VADODARA : PM મોદીનો રોડ-શો, વૈશ્વિક નેતાની એક ઝલક પામવા પડાપડી
VADODARA : આજે દેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાની મુલાકાતે છે. આજે વડોદરામાં ટાટા એરબસના એસેમ્બલી (TATA AIRBUS ASSEMBLY PLANT (C-295) - VADODARA) પ્લાન્ટનું ઉદ્ધાટન થનાર છે. આજનો દિવસ વડોદરા અને દેશ માટે ઐતિહાસીક (HISTORIC DAY FOR VADODARA AND NATION) છે. ત્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) 9-30 કલાકે વડોદરાના એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ત્યાર બાદ તેમનું સ્વાગત, સત્કાર કરીને તેઓ રોડ-શો (PM MODI ROAD SHOW - VADODARA) સ્વરૂપે ટાટા એરબસના એસેમ્બ્લી પ્લાન્ટ સુધી જવા નીકળ્યા છે. રોડ-શો દરમિયાન રૂટ પર વૈશ્વિક નેતાની એક ઝલક પામવા માટે લોકોમાં પડાપડી જોવા મળી રહી છે. ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રથમ વખત વડોદરા આવી રહ્યા છે. તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પણ રોડ શોમાં જોડાયા છે.
ગત મોડી સાંજ બાદથી વિવિધ કેન્દ્રિય નેતાઓનું વડોદરામાં આગમન
બે વર્ષ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) દ્વારા વાઘોડિયા વિસ્તારમાં ટાટા એરબસના એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આજે તેઓ નિર્માણાધીન પ્લાન્ટનું ઉદ્ધાટન કરનાર છે. આ તકે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાના મહેમાન બન્યા છે. સ્પેનના વડાપ્રધાન અને તેમના પત્ની ગતરાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. ગત મોડી સાંજ બાદથી વિવિધ કેન્દ્રિય નેતાઓનું વડોદરામાં આગમન થઇ રહ્યું હતું. આજે સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વડોદરા એરપોર્ટ પર આગમન થયું છે. તેમના સ્વાગત અને સત્કાર માટે કેન્દ્રિય મંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ હાજર રહ્યા હતા.
અભિવાદન કરવા, તેમની એક તસ્વીર-સેલ્ફી લેવા માટે રીતસરની પડાપડી
ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) રોડ-શો સ્વરૂપે એરપોર્ટથી એસેમ્બલી પ્લાન્ટ સુધી જવા રવાના થયા છે. આ રોડ-શોના રૂટ પર વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઇ મોદીની એક ઝલક પામવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોડ-શો દરમિયાન તેમનું અભિવાદન કરવા, તેમની એક તસ્વીર-સેલ્ફી લેવા માટે રીતસરની પડાપડી થઇ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ તકે વડાપ્રધાનની સુરક્ષામાં એસપીજી સહિતની વિવિધ એજન્સીઓ તથા વડોદરા પોલીસ જોડાઇ છે.
આ પણ વાંચો -- VADODARA : સ્પેનના વડાપ્રધાનનું મોડી રાત્રે આગમન, એરપોર્ટ ઉપર ઉમળકાભેર સ્વાગત