ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : PM નરેન્દ્ર મોદીના આગમન રૂટ પર સિક્યોરીટીનું નિરીક્ષણ કરતી SPG

VADODARA : સ્પેશિયલ પ્રોટેક્નશન ગ્રુપ ની ટીમના સભ્યો આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે. અને સિક્યોરીટી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે
04:22 PM Oct 25, 2024 IST | PARTH PANDYA
VADODARA : સ્પેશિયલ પ્રોટેક્નશન ગ્રુપ ની ટીમના સભ્યો આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે. અને સિક્યોરીટી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે

VADODARA : વડોદરા (VADODARA) માં 28, ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આવી રહ્યા છે. આ તકે વડાપ્રધાન ટાટા એરબસના એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. સાથે જ વિદેશી ડેલીગેટ્સ સાથે રાજવી પરિવારના લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાતે જશે. વડાપ્રધાની સુરક્ષા કરતી સ્પેશિયલ પ્રોટેક્નશન ગ્રુપ (Special Protection Group, SPG - PM SECURITY) ની ટીમના સભ્યો આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે. અને સિક્યોરીટી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ટીમ દ્વારા જ્યાં જરૂર જણાશે ત્યાં અગત્યના સુચનો કરવામાં આવશે, જે મુજબની વ્યવસ્થા સ્થાનિક તંત્રએ ગોઠવવી પડશે.

જ્યાં જરૂરી લાગશે ત્યાં તેઓ સુચન કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વડોદરા મુલાકાતને પગલે સતત તૈયારીઓમાં તંત્ર વ્યસ્ત છે. બીજી તરફ શહેર પોલીસ કમિશનર સમયાંતરે સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રી સી. આર. પાટીલ (JAL SHAKTI MINISTER OF INDIA - C. R. PATIL) અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTEF OF GUJARAT - HARSH BHAI SANGHAVI) પણ વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેવામાં આજે વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (Special Protection Group, SPG - PM SECURITY) ના જવાનો વડોદરાની મુલાકાતે આવ્યા છે. તેઓ એરપોર્ટથી ટાટા એસેમ્બલી પ્લાન્ટ અને ત્યાંથી લક્ષ્મી વિલાસ પેલેસ સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. અને જ્યાં જરૂરી લાગશે ત્યાં તેઓ સુચન કરનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

લક્ષ્મી વિલાસ પેલેસમાં વિદેશી ડેલિગેટ્સ સાથે શાહી ભોજન માણશે

વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાને રાખીને સમગ્ર સ્થિતીનું અને તૈયારીઓનું એસપીજીની ટીમ દ્વારા બારીકાઇ પૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વડોદરા એરપોર્ટથી સીધા ટાટા એસેમ્બલી પ્લાન્ટ સુધી પહોંચશે. અને ત્યાંથી લક્ષ્મી વિલાસ પેલેસમાં વિદેશી ડેલિગેટ્સ સાથે શાહી ભોજન માણશે. અહિંયા જ મહત્વના એમઓયુ પર દસ્તાવેજો થનાર હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : PM મોદી આગમન રૂટ પર 15 મંચ પરથી ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવાશે

Tags :
deploymentmodinarendraPMReviewSecuritySPGVadodara
Next Article