ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : Podar World School ને રૂ. 10 હજારનો દંડ ફટકારતા DEO

VADODARA : શાળાના વલણથી વાલી વ્યથિત થયા હતા. અને બાદમાં દિલ્હી સ્થિત નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટમાં ફરિયાદ કરી હતી
08:09 AM Feb 21, 2025 IST | PARTH PANDYA
VADODARA : શાળાના વલણથી વાલી વ્યથિત થયા હતા. અને બાદમાં દિલ્હી સ્થિત નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટમાં ફરિયાદ કરી હતી

VADODARA : વડોદરાના માણેજામાં આવેલી પોદ્દાર વર્લ્ડ સ્કુલ (Podar World School, Maneja - Vadodara) દ્વારા ધો - 4 માં એડમિશન માટે વિદ્યાર્થીનો ઇન્ટરવ્યુ લીધો હતો. જે મામલે ડીઇઓ કચેરી દ્વારા શાળાને રૂ. 10 હજારનો દંડ (DEO Slap Penalty to Podar World School, Maneja under RTE Act) ફટકાર્યો છે. શાળા દ્વારા આ કૃત્ય કરવા બદલ વાલીએ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટમાં ફરિયાદ કરી હતી. જે બાદ મામલે જિલ્લા કલેક્ટરને કાર્યવાહીની તાકીદ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

ઇન્ટરવ્યુ પ્રકારે પુછાતા પ્રશ્નોના જવાબો આપવા જણાવ્યું

પોદ્દાર વર્લ્ડ સ્કુલ, માણેજા વિવાદમાં આવી છે. ધો - 4 માં પ્રવેશ માટે ગયેલા વાલીને શાળાનો વિચીત્ર અનુભવ થયો હતો. શાળા સંચાલકોએ પ્રવેશ સમયે પરીક્ષા આપવી પડશે, અને તેના આધારે એડમિશન મળશે તેમ જણાવ્યું હતું. એડમિશન માટે ઇન્ટરવ્યુ પ્રકારે પુછાતા પ્રશ્નોના જવાબો આપવા જણાવ્યું હતું. શાળાના આ વલણથી વાલી વ્યથિત થયા હતા. અને દિલ્હી સ્થિત નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટમાં ફરિયાદ કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને કમિશન દ્વારા આ મામલે શાળા સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરને તાકીદ કરી હતી. જે બાદ મામલો ડીઇઓ સુધી પહોંચ્યો હતો. ડીઇઓ દ્વારા શાળામાં તપાસ કર્યા બાદ વાલી સાથે વાત કરીને તેમના લેખિત નિવેદન નોંધવામાં આવ્યા હતા.

ત્રણ દિવસમાં દંડ ભરપાઇ કરવામાં નહીં આવે તો...

ઇન્ચાર્જ ડીઇઓ મહેશ પાંડે એ મીડિયાને જણાવ્યું કે, સ્કુલમાં તપાસ કરતા ખોટું થયું હોવાનું જણાતાં RTE એક્ટ અંતર્ગત શાળાને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. શાળાના એડમિન દ્વારા મીડિયાને જણાવાયું કે, વાલીઓ દ્વારા કરવામાં આવેલા આરોપો ખોટા છે. શાળાને કરવામાં આવેલો દંડ એક તરફી છે, અમે તેના વિરૂદ્ધમાં અપીલમાં જઇશું. સુત્રોએ જણાવ્યું કે, ત્રણ દિવસમાં દંડ ભરપાઇ કરવામાં નહીં આવે તો વડી કચેરી ખાતે શાળાની માન્યતા રદ્દ કરવા માટે ભલામણ કરવામાં આવશે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટને 100 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક

Tags :
afterconcernDEOfaceFROMGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsparentspenaltypodarraiseSchoolVadodaraworld
Next Article