Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : એકતાનગર બાદ નવાયાર્ડમાં મોટું ઓપરેશન, 200 શકમંદોની અટકાયત

VADODARA : બિનઅધિકૃત રીતે રહેલા બાંગ્લાદેશી તથા અન્ય નાગરિકોને શોધી કાઢીને તેમના દેશ રવાના કરવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે
vadodara   એકતાનગર બાદ નવાયાર્ડમાં મોટું ઓપરેશન  200 શકમંદોની અટકાયત
Advertisement
  • વિતેલા કેટલાય દિવસોથી બિનઅધિકૃત વ્યક્તિઓ વિરૂદ્ધની કાર્યવાહી આજે પણ ચાલુ
  • આજે પોલીસે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં વ્યાપક કામગીરી હાથ ધરી
  • 200 જેટલા શકમંદોની અટકાયત કરીને તેમના ડોક્યૂમેન્ટ્સનું વેરીફીકેશન હાથ ધરાયું

VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં બિનઅધિકૃત રીતે રહેતા બાંગ્લાદેશી તથા અન્ય વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગતરોજ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવતા એકતાનગરમાં વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સેંકડો શકમંદોની અટકાયત કરીને તેમના ડોક્યૂમેન્ટ્સનું વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. તે પૈકી 8 બિનઅધિકૃત રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને તેમના વિરૂદ્ધ ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બાદ આજે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં પોલીસ (VADODARA POLICE) દ્વારા વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીની કાર્યવાહીમાં અંદાજીત 200 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી છે.

એકતાનગરમાં 1300 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી હતી

જમ્મુ અને કાશ્મીરના પગલગામમાં આતંકી ઘટના સામે આવ્યા બાદ ગુજરાતભરમાં ઓપરેશન ક્લિન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની શાખાઓ દ્વારા બિનઅધિકૃત રીતે રહેલા બાંગ્લાદેશી તથા અન્ય નાગરિકોને શોધી કાઢીને તેમના દેશ રવાના કરવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મહાનગરોમાં મોટા પ્રમાણમાં કાર્યવાહી ચાલી રહી છે. આ વચ્ચે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવતા એકતાનગરમાં 1300 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. જે તમામના ડોક્યૂમેન્ટ્સ વેરીફીકેશન કરતા અંતે 8 જેટલા બિનઅધિકૃત રહેતા બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા. તે જ રીતે વડોદરા જિલ્લામાં પણ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ હતી.

Advertisement

તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે

આજરોજ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં વ્યાપસ સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીની કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા 200 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી છે. અને તમામના ડોક્યૂમેન્ટ્સ વેરીફીકેશનનું કાર્ય હાથ પર લેવામાં આવ્યું છે. તપાસના અંતે જે કોઇ બિનઅધિકૃત રહેતું હોવાનું સામે આવશે, તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો --- Pahalgam terror attack : પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇએલર્ટ, રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું

Tags :
Advertisement

.

×