VADODARA : સાયબર વોરીયર્સ તૈયાર કરવા પોલીસ અને MSU વચ્ચે મહત્વનો MOU
VADODARA : વડોદરા સહિત દેશભરમાં સાયબર ક્રાઇમ (CYBER CRIME RATE INCREASE) વધી રહ્યા છે. ત્યારે તેને રોકવા માટે કેન્દ્ર-રાજ્યની સરકાર તથા પોલીસ પ્રતિબદ્ધ છે. વડોદરામાં આ પ્રતિબદ્ધતા મજબુત કરવા માટે વડોદરા શહેર પોલીસ (VADODARA CITY POLICE) અને વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. (MSU - VADODARA) વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ સાઇન (MOU - VADODARA) કરવામાં આવ્યો છે. જે આવનાર સમયમાં ગેમ ચેન્જર રહે તેવી શક્યતાઓ છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેસીટી બિલ્ડીંગ કરવામાં આવી રહી છે.
સાયબર ક્રાઇમને રોકવામાં યુનિ.ના વિદ્યાર્થીઓ પણ મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે
આ તકે MSU ના VC વિજયકુમાર શ્રીવાસ્તવે મીડિયાને જણાવ્યું કે, યુનિ. અને પોલીસ વચ્ચે એમઓયુ સાઇન કરવામાં આવ્યું છે. જે સાયબર સિક્યોરીટીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ એમઓયુનો ઉદ્દેશ્ય યુનિ.માં 55 હજાર વિદ્યાર્થીઓ ભણે છે. યુનિ.ના આઇટી, ઇલેક્ટ્રોનિક્સ તથા અન્ય ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ છે. તેમને કેવી રીતે સાયબર એક્સપર્ટ બનાવી શકાય તે દિશામાં આ પહેલ છે. આવનાર સમયમાં વિદ્યાર્થીઓ કોરાના વોરીયર્સ સાંભળ્યું હતું, તેવી રીતે સાયબર વોરીયર્સ તરીકે કામ કરશે. જેઓ સાયબર ક્રાઇમ રોકવામાં મદદરૂપ થશે. સાયન્સ અને ટેક્નોલોજી આગળ વધવાના કારણે સાયબર અપરાધો તેના દુષ્પરિણામ છે. જેને રોકવા માટે સરકાર મજબુત પગલાં લઇ રહી છે. આવનાર સમયમાં સાયબર ક્રાઇમને રોકવામાં યુનિ.ના વિદ્યાર્થીઓ પણ મહત્વપૂર્ણ ભુમિકા ભજવે તેવી મારી શુભકામનાઓ છે.
એકેડમી અને પોલીસને સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
વડોદરા શહેર પોલીસ કમિશનરે જણાવ્યું કે, આજના સમયમાં સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ટરનું મહત્વ વધ્યું છે. ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ સામે લડવા તાલિમ, ઇન્વેસ્ટીગેશન, કેપેસીટી બિલ્ડીંગને મહત્વ આપી રહી છે. આજે એમ એસ યુનિ.ના ફેકલ્ટી એન્જિનીયરીંગના કોર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ પણ રિસોર્સ છે. આજે વીસી સાથે એકેડમી અને પોલીસને સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ પાસે સ્થાનિકથી લઇને ઇન્ટરનેશનલ મોડસ ઓપરેન્ડીના જ્ઞાનનો ભંડોળ છે. તે ફેકલ્ટી સાથે શેર કરીશું. તો તેમના માટે પણ લાભદાયી રહેશે. બંનેને લાભ મળશે.
આ પણ વાંચો -- VADODARA : ડિજીટલ અરેસ્ટની માયાજાળમાં વૃદ્ધને ફસાવી રૂ. 90 લાખથી વધુ પડાવ્યા