VADODARA : ડેપોમાં ચાલતી કપડાંની દુકાનમાંથી બાળ શ્રમિક મુક્ત કરાવતી પોલીસ
VADODARA : વડોદરા (VADODARA) માં પોતાના સ્વાર્થ માટે સગીર બાળકોને નોકરી પર રાખીને તેમનું બાળપણ છીનવતા એકમો સામે પોલીસનું એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (VADODARA POLICE - ATHU UNIT) અસરકારક કામગીરી કરતું આવ્યું છે. તાજેતરમાં વડોદરાના ડેપોમાં ચાલતા બ્રધર્સ કલેક્શન નામની દુકાનમાં સંચાલકે સગીર બાળકને નોકરીએ રાખીને તેનું આર્થિક તથા માનસીક શોષણ કર્યું હોવાનું સામે આવતી ટીમે દરોડા પાડ્યા હતા. અને શ્રમિકને મુક્ત કરાવીને સંચલાક સામે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી.
17 વર્ષિય સગીર મળી આવ્યો
વડોદરાના એન્ટી હ્યુમન ટ્રાફીકીંટ યુનિટની ટીમને બાતમી મળી હતી કે, મકરપુરા વિસ્તારમાં આવેલા એસટી ડેપોમાં કાર્યરત બ્રધર્સ કલેક્શન નામની દુકાનમાં નાના છોકરાઓ પાસે બાળ મજુરી કરાવવામાં આવી રહી છે. અને સંચાલક દ્વારા સગીરનું આર્થિક અને માનસીક શોષણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે ટીમોએ સ્થળ પર દરોડો પાડ્યો હતો. જેમાં એક 17 વર્ષિય સગીર મળી આવ્યો હતો. જેને એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા મુક્ત કરાવવામાં આવ્યો છે.
જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી
ઉપરોક્ત કાર્યવાહીમાં દુકાનના બેદરકાર સંચાલક યોગેશભાઇ જશવંતભાઇ રોહિત (રહે. પંચશીલ નગર, માણેજા) ના વિરૂદ્ધમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. અને પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ મુક્ત કરાવાયેલા બાળકને તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : MSU ના લંપટ પ્રોફેસરનું કારનામું, મદદ ના મળતા વિદ્યાર્થીનીને બદનામ કરી