VADODARA : નકલી CBI અધિકારી બની ઠગતો શાહરૂખ ઉર્ફે સલમાન ઝબ્બે
VADODARA : વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક (PANIGATE POLICE STATION - VADODARA) ના સ્ટાફ દ્વારા સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી શાહરૂખ ઉર્ફે સલમાનને દબોચી લેવામાં આવ્યો (ARREST ACCUSED INVOLVED IN CYBER CRIME CASE, SURAT) છે. આરોપી દ્વારા નકલી સીબીઆઇ અધિકારી બનીને ઠગાઇની માયાજાળ ફેલાવીને લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. (BOGUS CBI OFFICER CAUGHT - VADODARA)
વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, પાણીગેટ પોલીસ મથકનો સ્ટાફ તાજેતરમાં પેટ્રોલીંગમાં હતો. દરમિયાન હેડ કોન્સ્ટેબલને મળેલી બાતમીના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમમાં આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી શાહરુખ ઉર્ફે સલમાન શબ્બીરમીયા મન્સુરી (રહે. હૈદરીચોક, હરીજનવાસ, મહેંદીનગર, બાવામાનપુરા, વડોદરા) ને દબોચી લેવામાં આવ્યો હતો. અને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આરોપીની ગુનાની MO
આરોપી અલગ અલગ લોકોનો ફોન કરીને દિલ્હી કસ્ટમની ઓળખ આપી તેમજ દિલ્હી વસંતકુંજ સાઉથ પોલીસ મથકના પોલીસ જવાનની ઓળખ આપી તથા CBI ચીફની ઓળખ આપીને કાવતરૂ રચતો હતો. તેણે ફરિયાદીના પાર્સલમાંથી 16 ફેક પાસપોર્ટ, 58 ATM કાર્ડ, 140 ગ્રામ MD ડ્રગ્સ હોવાનું જણાવીને અને હ્યુમન ટ્રાફીકીંગ તથા મની લોન્ડરીંગને કેસ દાખલ થયો હોવાની ખોટી હકીકત જણાવી હતી. બાદમાં CBI નો બોગસ કોન્ફીડીયન્શલ એગ્રીમેન્ટ મોકલીને ફરિયાદીના ઘરે CBI ની રેડ કરવામાં આવશે અને પોલીસ આવશે તેની ધમકી આપી હતી. આમ ઝાંસામાં લઇને તેણે ફરિયાદીના એકાઉન્ટમાંથી રૂ. 23.50 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તેમાંથી રૂ. 7 લાખ તેણે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : સંવેદનશીલ વિસ્તારમાં વીજચોરોને રૂ. 35 લાખથી વધુનો દંડ