VADODARA : અંધારામાં પોલીસનું થર્મલ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ, પ્રોહીબીશનની રેડ સફળ
VADODARA : વડોદરા (VADODARA) માં રાત્રીના સમયે પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરવાનું વિચરાનારા તત્વોના મનસુબા પુરા નહી થઇ શકે. વડોદરા પોલીસ હવે થર્મલ ડ્રોન કેમેરાથી સજ્જ બની છે. આ કેમેરા થકી પહેલો કેસ ઉકેલવામાં મકરપુરા પોલીસને સફળતા મળી છે. ગતરોજ પોલીસ દ્વારા થર્મલ કેમેરાની મદદથી રૂ. 16.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બાતમી મળતા જ થર્મલ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, મકરપુરા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્ટાફ સતત પ્રયત્નશીલ છે. દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, ભાલીયાપુરામાં રહેતો આકાશ ઠાકરડાનો માણસ સમીર સોલંકી સિદ્ધેશ્વર હિલની બાજુમાં જાબુઆથી તરસાલી તરફ જતા રોડની સાઇડમાં મેદાનમાં દારૂનો જથ્થો લઇને આપવા માટે ઉભો છે. બાતમી મળતા જ થર્મલ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું.
કાર, મોબાઇલ મળીને કુલ. રૂ. 16.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
ગતરોજ મળસ્કે સ્થળ પર રેઇડ કરતા મેદાનમાંથી આરોપી સમીર રાયસંગભાઇ સોલંકી (રહે. હરીનગર, વડદલા, વડોદરા) ને એક ફોર્ચ્યુનર કાર સાથે ભારતીય બનાવદના ઇંગ્લીશ દારૂના 3407 નંગ પકડી પાડ્યા હતા. જેની કિંમત રૂ. 7.62 લાખ આંકવામાં આવી રહી છે. આ મામલે કાર, મોબાઇલ મળીને કુલ. રૂ. 16.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.
પાંચ વોન્ટેડ જાહેર
તો બીજી તરફ થાર ગાડીનો ચાલક આકાશ અશોકભાઇ ઠાકરડા (રહે. ટેકરાવાળું ફળિયું, ભાલીયાપુરા, વડોદરા), સુનિલ ઉર્ફે ભાણો રાજપુત, જગદીશ ઉર્ફે મામા રાવલ, રોહીત રાવતી, રમીલાબેન (તમામ રહે. વડોદરા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : "સાહેબ ના મારશો", ફાયર કર્મી હાથ જોડીને કરગરતો રહ્યો, પણ...