VADODARA : પોલીસે 5 હજારથી વધુ ગેરકાયદે વેચાતા ગુબ્બારા ઝડપ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં ઉત્તરાયણ (UTTARAYAN - 2025) પર્વ પહેલા ચાઇનીઝ દોરા અને પ્રતિબંધિત ગુબ્બારા (ILLEGAL LANTERNS SELLING - VADODARA) વેચનારાઓને દબોચવા માટે શહેર પોલીસ (VADODARA POLICE) સક્રિય બની હતી. દરમિયાન તાજેતરમાં 5 હજાર પ્રતિબંધિત ગુબ્બારા સાથે પાંચની અટકાયત કરવામાં આવી છે. જેને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી તરીકે ગણવામાં આવે છે.
વેચનારાને ત્યાંથી પોલીસ બનાવનારને ત્યાં પહોંચી
ઉત્તરાયણમાં ચાઇનીઝ તુક્કલ અને સ્કાય લેન્ટર્ન (ગુબ્બારા) ના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં કેટલાક તત્વો દ્વારા પૈસા કમાઇ લેવાની લ્હાયમાં તેનું વેચાણ કરવામાં આવે છે. જો કે, આવા તત્વોને ડામવા માટે વડોદરા પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે. દરમિયાન તાજેતરમાં શહેરના વાડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તેવામાં ચિત્તેખાનની ગલીમાં આવેલી યુનિયન પતંગ સ્ટોરમાંથી પ્રતિબંધીત ગુબ્બારાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યાર બાગ આ જથ્થો મચ્છી પીઠના મોહંમદ કાસીમ અઝીઝ કાદરી પાસેથી લાવ્યા હોવાનું જણાતા પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા.
ગુબ્બારાઓ વેચનારાના વિરૂદ્ધમાં કુલ - 5 જેટલા ગુનાઓ નોંધાયા
ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે 5,135 નંગ પ્રતિબંધિત ગુબ્બારા પકડી પાડ્યા હતા. જેની કિંમત રૂ. 1.29 લાખ જેટલી થવા પામે છે. આ ગુબ્બારાઓ વેચનારાના વિરૂદ્ધમાં કુલ - 5 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેને પગલે પ્રતિબંધિત વસ્તુઓ વેચીને કમાણીનું સ્વપ્ન જોનાર વિક્રેતાઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે.
પાંચની ધરપકડ
ઉપરોક્ત કાર્યવાહીમાં ગુબ્બારા બનાવનાર મોહંમદ કાસીમ અઝીઝ કાદરી (રહે. રાવપુરા, મચ્છીપીઠ), ગુબ્બારા વેચનાર અલીઅસગર ઇકબાલ પાદરીયા (રહે. ફકરી મહોલ્લો, ગેંડીગેટ, વડોદરા), ઇસ્માઇલ અબેદીનભાઇ મેવલીવાલા (રહે. ફકરી મહોલ્લો, ગેંડીગેટ, વડોદરા), મોહંમદ અબ્બાસભાઇ કેમ્પવાલા (રહે. રજબ કોમ્પ્લેક્ષ, પ્રતાગનગર) અને રફીક ઉસ્માનભાઇ ગોલાવાલા (રહે. નવગજા પીર દરગાહ પાસે, વાડી, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : મકરસંક્રાતિ પર્વ પૂર્વે પાલિકાએ ખાદ્યપદાર્થોના નમુના લીધા