ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : બાઇકની ટાંકીને દારૂનું સંગ્રહ સ્થાન બનાવવાની ચાલાકી નાકામ

VADODARA : સંયુક્ત બાતમી મળી કે, એક શખ્સે પોતાની બાઇકની પેટ્રોલની ટાંકીની નીચેના ભાગમાં દારૂની બોટલો લાવાની હેરાફેરી કરે છે.
12:07 PM Nov 24, 2024 IST | PARTH PANDYA
VADODARA : સંયુક્ત બાતમી મળી કે, એક શખ્સે પોતાની બાઇકની પેટ્રોલની ટાંકીની નીચેના ભાગમાં દારૂની બોટલો લાવાની હેરાફેરી કરે છે.

VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં બિનવારસી મુકી રાખવામાં આવેલી બાઇકની પેટ્રોલ ટાંકીમાંથી પોલીસને મીની બાર જેટલો દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં સફળતા મળી છે. બાઇકનો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. હાલ માંજલપુર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રેડમાં બિનવારસી બાઇક મળી આવી

વડોદરામાં પ્રોહીબીશનની અમલવારી કરાવવા માટે પોલીસ જવાનો દિવસ રાત મહેનત કરતા હોય છે. તાજેતરમાં શહેરના માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, એક શખ્સે પોતાની બાઇકની પેટ્રોલની ટાંકીની નીચેના ભાગમાં દારૂની બોટલો લાવાની હેરાફેરી કરે છે. બાતમીના આધારે પોલીસ જવાનો દ્વારા મનહર નગર - 2 પાસે રેડ કરવામાં આવી હતી. રેડમાં બિનવારસી બાઇક મળી આવી હતી. બાઇકની પેટ્રોલ ટાંકીના નીચેના ભાગમાં જોતા તેમાંથી વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી.

બાઇકના ચાલક સામે ફરિયાદ નોંધીને તેને વોન્ટેડ જાહેર કર્યો

ઉપરોક્ત કાર્યવાહીમાં માંજલપુર પોલીસે રૂ. 10 હજારની કિમતનો વિદેશી દારૂ અને રૂ. 30 હજારની બાઇક મળીને કુલ રૂ. 40 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ બાઇકના ચાલક સામે ફરિયાદ નોંધીને તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આમ, અત્યાર સુધી કાર તથા અન્ય ભારદારી વાહનોમાં ચોરખાનામાં દારૂ સંતાડવાનું સામે આવતું હતું. હવે તેનું નાનાપાયે અનુકરણ કરતા બુટલેગરો દ્વારા બાઇકમાં જ ચોરખાનું બનાવીને દારૂની હેરફેર કરવામાં આવતી હોવાનું સપાટી પર સામે આવવા પામ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : દબાણ હટાવવાની કામગીરીમાં અડચણ ઉભી કરનાર 10 ની ધરપકડ

Tags :
bikebottlescaughtillegalinliquorpetrolpoliceRecoverstoretankVadodara
Next Article