Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ચકચારી ગુનામાં કન્વીક્શન રેટ વધારવા પોલીસ-વકીલનું 'સંકલન'

VADODARA : આ મીટિંગમાં નવા અમલમાં આવેલા કાયદાઓને ધ્યાને રાખીને પોલીસ અને કોર્ટ વચ્ચે સંકલ અંગે વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
vadodara   ચકચારી ગુનામાં કન્વીક્શન રેટ વધારવા પોલીસ વકીલનું  સંકલન
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા શહેર પોલીસ કમિશનર (VADODARA CITY POLICE COMMISSIONER - NARASIMHA KOMAR - IPS) અને મુખ્ય સરકારી વકીલ તથા ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટના વકીલ વચ્ચે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે પોલીસ અને કોર્ટ વચ્ચે સંકલન કરવા બાબતો પર વિગતવાર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ચકચારી ગુનામાં કન્વીક્શન રેટ વધે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.

મુખ્ય સરકારી વકીલ તથા અન્ય 10 સરકારી વકીલો હાજર રહ્યા

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમના પ્રયાસોમાં પોલીસ પ્રજાનો મિત્ર છે, તેવી ભાવના છલકાય છે. ત્યારે હવે શહેર પોલીસ કમિશનર દ્વારા સરકારી વકીલો સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા મુખ્ય સરકારી વકીલ તથા ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના અન્ય 10 સરકારી વકીલો હાજર રહ્યા હતા. આ મીટિંગમાં નવા અમલમાં આવેલા કાયદાઓને ધ્યાને રાખીને પોલીસ અને કોર્ટ વચ્ચે સંકલ અંગે વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

Advertisement

ચાર્જશીટ ફ્રેમ કરવાની કામગીરી સમયમર્યામાં પૂર્ણ કરવી

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, નવા કાયદાની અમલવારીની સાથે ગંભીર ગુનાઓની ઓળખ કરવી, તેમાં ગુણવત્તાસભર તપાસ હાથ ધરીને ચાર્જશીટ ફ્રેમ કરવાની કામગીરી સમયમર્યામાં પૂર્ણ કરવી, ગુનાઓ સમયસર નામદાર કોર્ટમાં ચાલી શકે અને આરોપીઓ કન્વીક્શન થાય તે માટે સરકારી વકીલો જોડે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

ટુલકીટનો ઉપયોગ અને પુરાવાઓની જાળવણી સહિતના મુદ્દે માહિતી આપી

આ સાથે જ ગુના સમયે પુરવાઓ એકત્ર કરવા માટેની આધુનિક ફોરેન્સીક ટુલકીટનો ઉપયોગ, પુરાવાઓની જાળવણી સહિતના મુદ્દે પણ પોલીસ કમિશનરે તલસ્પર્શી માહિતી આપી હતી. ઉપરાંત ઇ સમન્સ, ઇ-સાક્ષ્ય મોડ્યુલ અંગેની માહિતી પણ આપવામાં આવી હતી.

અનેક ચકચારી કેસોની કાર્યવાહી ફાસ્ટ ટ્રેક બનશે

પોલીસ સુત્રોએ ઉમેર્યું કે, વર્ષ - 2024 માં ભાજપના પૂર્વ કોર્પોરેટરની હત્યાનો કેસ, વર્ષ 2023 માં રીલ બનાવવાનું કહીને મિત્રની હત્યાનો કે, વર્ષ 2022 માં હરણીમાં શ્વાસનળી કાપીને હત્યાનો કેસ, તથા વર્ષ 2021 માં પતિ-પત્નીએ મળીને પ્રેમીનું કાસળ કાઢ્યું હોવાના કેસ સહિત અનેક ચકચારી કેસોની કાર્યવાહી ફાસ્ટ ટ્રેક બનશે.

આ પણ વાંચો --- Porbandar : ભાજપ કાર્યાલય સામે ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું બુલડોઝર

Tags :
Advertisement

.

×