VADODARA : ઉત્તરાયણ પર્વમાં આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો થશે શિક્ષા
VADODARA : વડોદરા શહેર પોલીસ કમિશનર (VADODARA CITY POLICE COMMISSIONER) દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને જાહેરનામું બહાર પાડ્યું છે. પર્વ પર લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વિવિધ 7 મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રતિબંધિત કૃત્યો કરતા પકડાયા તો, શિક્ષાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. તા. 16 જાન્યુઆરી સુધી આ જાહેરનામું અમલી રહેશે.
ઉત્તરાયણ પર આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો
શહેર પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામામાં અનુસાર, કોઇ પણ વ્યક્તિને જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ તેમજ ફૂટપાથ તથા ધાબા પર પતંગ ઉડાડવવા, મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા, લાગણી દુભાય તેવી રીતે ઉશ્કેરણીજનક લખાણો પતંગ પર લખવા, કપાયેલા પતંગ-દોરાઓ મેળવવા માટે રસ્તાઓ પર બાંબુ, દંડા લઇને દોડાદોડી કરવી અથવા ભરાયેયો પતંગ કાઢવા, ચાઇનીઝ માંજાનું ખરીદ-વેચાણ અને સંગ્રહગ તથા તેનો ઉપયોગ કરી પતંગ ઉડાડવું, ચાઇનીઝ અથવા અન્ય તુક્કલનું ખરીદ,વેચાણ તથા ઉપયોગને પ્રતિબંધિક કૃત્યમાં ગણવામાં આવ્યું છે. જેથી તેનાથી દુર રહેવા જણાવાયું છે.
ભારતીય ન્યાય સંહિતા - 2023 ની કલમ - 223 તથા જીપી એક્ટ કલમ 131 મુજબ શિક્ષા
આ જાહેરનામું તા. 16, જાન્યુઆરી, 2025 સુધી લાગુ રહેશે. આ જાહેનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા - 2023 ની કલમ - 223 તથા જીપી એક્ટ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. તો બીજી તરફ પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારાઓ પર સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ, ઉત્તરાયણ પર્વની કાયદાના દાયરામા્ં રહીને શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે પોલીસ તંત્ર સઘન પ્રયાસો કરી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : મકરસંક્રાતિ પર્વ પૂર્વે પાલિકાએ ખાદ્યપદાર્થોના નમુના લીધા