Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "કાયદો અને વ્યવસ્થા જાળવવા એક્શન પ્લાન તૈયાર કરાશે" - પોલીસ કમિશનર

VADODARA : કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટરની બેઠક બોલાવાઇ હતી
vadodara    કાયદો અને વ્યવસ્થા જાળવવા એક્શન પ્લાન તૈયાર કરાશે    પોલીસ કમિશનર
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) પરિસરમાં પોલીસની હાજરીમાં જ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં કરવામાં આવેલી ઘાતકી રીતે હત્યાની ઘટના બાદ કારેલીબાગ પોલીસ મથકના ટીમની પર તવાઇ આવી રહી છે. કારેલીબાગ પોલીસ મથક (KARELIBAUG POLICE STATION) ના પૂર્વ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.માણીયા, ડી – સ્ટાફના પીએસઆઇ કે. ડી. પરમાર સહિત ટીમના નવ જવાનોને પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હત્યાની ઘટના ટાણે એસએસજી હોસ્પિટલમાં હત્યારા બાબર પઠાણની સારવાર માટે ગયેલી ટીમના બે સભ્યોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં કારેલીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 17 કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.

તપન પરમારને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો

વડોદરા શહેરના નાગરવાડાના સંવેદનશીલ વિસ્તાર મહેતાવાડીમાં મારામારીની અદાવતે માથાભારે બાબર હબીબખાન પઠાણ સહિતના સાગરીતોએ યુવકો પર ચાકુ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. તેથી તેઓને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં હોસ્પિટલ ના પરિસરમાં પોલીસની હાજરીમાં જ ઈજાગ્રસ્ત યુવકોની મદદ માટે પહોચેલા પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. બનાવના પગલે પોલીસ પર ભારે આક્ષેપ થતાં પોલીસ ટીમ એક્શનમાં આવી ગઈ હતી. મુખ્ય આરોપી બાબરખાન પઠાણ સહિત નવ જેટલા સાગરિતોની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. રાવપુરા અને કારેલીબાગ પોલિસ મથકમાં નોંધવામાં આવેલા અલગ અલગ ગુનામાં હત્યારા અને હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

ડી-સ્ટાફની સામે પગલા ભરવામાં આવ્યા

પોલીસની હાજરીમાં ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હોવાની ઘટનાના મામલે બે પોલીસ જવાનોને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ, પીએસઆઇ સહિતના 17 કર્મચારીઓની બેદરકારી છતા પોલીસ કમિશનર દ્વારા તેમની સામે એક્શન લઈને પીઆઇ, પીએસઆઇ સહિતના કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી હતી. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પડેલી પીઆઇની ખાલી જગ્યા માટે પાણીગેટ પીઆઇ એચ. એમ. વ્યાસને મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસ મથકની મહત્વની સ્ક્વોડ માનવામાં આવતી ડી-સ્ટાફની સામે પણ પગલા ભરવામાં આવ્યા હતા. જેમાં સેકન્ડ પીઆઇ કે.એસ.માણીયા, પીએસઆઇ કે.ડી. પરમાર સહિત ડી સ્ટાફના દશને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Advertisement

પ્રાથમિક અહેવાલના પગલે બે પોલીસ જવાનોની સામે પગલાં ભરવામાં આવ્યા

પોલીસ કમિશ્નર નરસિંમ્હા કોમારે આ મામલે જણાવ્યુ હતુ કે, ગત તારીખ 17 મીના રોજ મારામારીની ઘટના બાદ હત્યાના બનેલા મામલામાં કારેલીબાગ તથા રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાના સંદર્ભમાં કેટલાક પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની સામે આક્ષેપ થયા હતા. જેના પગલે ઘટના બાદ ત્વરીત ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. જેના પ્રાથમિક અહેવાલના પગલે બે પોલીસ જવાનોની સામે પગલાં ભરવામાં આવ્યા હતા. આ ઇન્ક્વાયરીનો ડિટેઇલ રિપોર્ટ આવી જતાં કારેલીબાગ પોલીસ મથકના સેકન્ડ પોલીસ ઇન્સ્પક્ટર, પીએસઆઇ સહિત એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી

તેમણે વધુમાં ઉમેર્યુ કે, વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટર વગેરેની એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એક્શન પ્લાન પણ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક અસરકાર પગલાં પણ ભરવામાં આવ્યા છે. સંયુક્ત રીતે દબાણો દૂર કરવાની પણ કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે. હજી આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો -- Surat : કાપોદ્રામાં ખેલાયો ખૂની ખેલ! સરાજાહેર યુવકની હત્યા થતાં ચકચાર

Tags :
Advertisement

.

×