VADODARA : ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર સામે ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ
VADODARA : વડોદરામાં ગતરાત્રે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર દ્વારા તેમના જ વિભાગના કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવવા પામી છે. ઘટના બાદ પાર્થ બ્રહ્મભટ્ટ સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે રાવપુરા પીઆઇ કે. જે. રાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપવામાં આવી છે. તો બીજી તરફ પાલિકાના ઉચ્ચ અધિકારીએ રિપોર્ટ એચઓડીનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
લાફા મારતા ઇજાઓ પહોંચી
રાવપુરા પીઆઇએ જણાવ્યું કે, વડોદરાના બદામડી બાગ ખાતેના ફાયરની ઓફીસે ફરિયાદી આવ્યા હતા. ત્યાં તેમની ચીફ ફાયર ઓફીસર જોડે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ તેમને કામ બાબતે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ તેમને અપમાનજક અનુભવ થયો હતો. ત્યાર બાદ ચીફ ઓફીસરે તેમને લાફા મારતા ઇજાઓ પહોંચી હતી. બોલાચાલીના અનુસંધાને તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો છે. ભોગબનનારને હાથ વડે માર મારવામાં આવ્યો છે. અન્ય કોઇ ઇજાઓ થઈ નથી.
જમાદારને પોલીસ રૂબરૂ લખાવવામાં આવ્યું નથી
વધુમાં જણાવ્યું કે, ચીફ ફાયર ઓફીસર દારૂના નશામાં હોવા અંગેની કોઇ પણ હકીકત અમારા જમાદારને પોલીસ રૂબરૂ લખાવવામાં આવ્યું નથી. ચીફ ફાયર ઓફીસર સામે સાદી ઇજાઓ લગત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગાળાગાળી, સાદી વ્યથા અને અપમાનજનક વ્યવહારની કલમો પણ છે. આરોપી પાર્થ ગુરૂચરણ બ્રહ્મભટ્ટ છે. રાત્રે પ્રાથમિક નવા કાયદા મુજબની પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમની તપાસ ચાલુ છે.
જલ્દી આરોપીને નોટીસ આપીને કાર્યવાહી કરવામાં આવશે
આખરમાં જણાવ્યું કે, ગુનો 7 વર્ષથી નીચેના પ્રોવીઝનમાં આવે છે, જેથી તપાસના કારણો નિકળશે, કોર્ટની ગાઇડલાઇન અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદી બનાવ બન્યા પછી હોસ્પિટલમાં ગયા હતા. ત્યાંથી પોલીસને વર્ધિ મળી હતી. તેમાં સમયનો ગાળો પડ્યો છે. ત્યાર બાદ જમાદારે ફરિયાદી પાસે જઇને ફરિયાદ લીધી છે. પીએસઆઇ આરોપીના નિવાસ સ્થાને ગયા છે. તેમની મદદમાં અમારા રાઇટર છે. જેટલું બને તેટલું જલ્દી આરોપીને નોટીસ આપીને કાર્યવાહી કરવામાં આવશે. 7 વર્ષથી ઓછી સજાના પ્રોવીઝનમાં નોટીસ આપી શકાય. આરોપી પાર્થ બ્રહ્મભટ્ટ હજી ફરાર છે.
આ પણ વાંચો -- VADODARA : "સાહેબ ના મારશો", ફાયર કર્મી હાથ જોડીને કરગરતો રહ્યો, પણ...