VADODARA : ધોળે દહાડે કોમ્બિંગથી ગુનેગારોમાં ફફડાટ
VADODARA : વડોદરામાં વિતેલા કેટલાક દિવસોથી પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે (VADODARA CITY POLICE COMBING) . તેની પાછળનો પ્રાથમિક ઉદ્દેશ્ય શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે ગુનેગારોમાં ફફડાટ પેદા કરવાનો માનવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે અત્યાર સુધી પોલીસ દ્વારા મોડી સાંજ બાદથી આ કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ આજરોજ સવાર સવારમાં જ પોલીસે કોમ્બિંગ હાથ ધરતા સંબંધિત વિસ્તારોમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ખાસ કરીને ગુનાખોરીમાં સંડોવાયેલા સિક્લીગર ગેંગના સાગરીતો પર આકરી તપાસ કરવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
આરોપીઓના મોઢા પર ડર સાફ પણે જોઇ શકાતો હતો
વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ સામાન્ય નાગરિક સુરક્ષિત મહેસુસ કરે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલીંગથી લઇને કોમ્બિંગ સુધીની વિવિધ કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં વડોદરા શહેર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેને પગલે ગુનેગારોમાં ભારે ફફડાટની લાગણી વ્પાયી જવા પામી છે. અત્યાર સુધી સાંજના સમયે કરવામાં આવતી કામગીરી આજે દિવસના સમયગાળામાં કરવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાનની તપાસમાં આરોપીઓના મોઢા પર ડર સાફ પણે જોઇ શકાતો હતો.
તકેદારીના ભાગરૂપે કોમ્બિંગ કરવામાં આવ્યું
ACP પ્રણવ કટારીયાએ મીડિયાને જણાવ્યું કે, આજરોજ ઝોન - 3 વિસ્તારના પાંચ પોલીસ મથક, મકરપુરા, માંજલપુર, પાણીગેટ, વાડી અને કપુરાઇ પોલીસ મથકના પીઆઇ, એસીપી અને ડીસીપી દ્વારા દંતેશ્વર, તરસાલી અને ઘાઘરેટીયા વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બે બુલેટ ડિટેઇન કરાયા છે, પ્રોહીબીશનની પાંચ રેડ કરવામાં આવી છે. પાંચ હિસ્ટ્રીશીટર ચેક કરવામાં આવ્યા છે. 15 મિલકત સંબંધિત આરોપીની તપાસ કરવામાં આવી છે. ત્રણ માથાભારે ઇસમો ચેક કરવામાં આવ્યા છે. 35 મકાનો ચેક કરાયા છે. તકેદારીના ભાગરૂપે કોમ્બિંગ કરવામાં આવ્યું છે. અમે આરોપીઓને ટાર્ગેટ કરીને આ કાર્યવાહી કરી રહ્યા છીએ.
આ પણ વાંચો --- VADODARA : સગીર દિકરી જોડે અડપલાં કરનાર PhD ડોક્ટર જેલભેગો


