ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : શહેરના 30 સ્થળોએ પાણીમાં ન્હાવા તથા ભીડ થવા પર પ્રતિબંધ

VADODARA : આ જાહેરનામું તા.૨૫-૦૨-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે
06:39 PM Dec 28, 2024 IST | PARTH PANDYA
VADODARA : આ જાહેરનામું તા.૨૫-૦૨-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે

VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) ના (ઇન્ચાર્જ) પોલીસ કમિશનર ડૉ.લીના પાટીલે (VADODARA
INCHARGE POLICE COMMISSIONER - DR. LEENA PATIL, IPS) વડોદરા કમિશનરેટ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં બનેલી દુર્ઘટનાની વિગતોના આધારે ૩૦ સ્થળોને જોખમી જાહેર કર્યા છે. આ જોખમી સ્થળ/વિસ્તારમાં પોલીસ કમિશનરએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને પાણીમાં ન્હાવા કે ભીડ ભેગી થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જોખમી સ્થળોની યાદી

જોખમી સ્થળોની યાદી જોઈએ તો, હરણી વિસ્તારમાં હરણી લેક ઝોન (મોટનાથ તળાવ), હરણી લેક ઝોન તળાવ, હરણી ગામ તળાવ હનુમાન મંદિર સામે, ખોડીયાર નગર તળાવ, દરજીપુરા ગામ તળાવ, કોટાલી - સમા નર્મદા કેનાલ, અટલાદરા વિસ્તારમાં અટલાદરા ગામ, વારસિયા ધોબી તળાવ, રાવપુરા સુરસાગર, ફતેગંજ છાણી કેનાલ, સમા તળાવ, ગોત્રી તળાવ, વાસણા તળાવ, સરસીયા તળાવ, છાણી વિસ્તારમાં છાણી તળાવ, આધા તલાવડી, દશરથ તળાવ, મલાઈ તળાવ, પદમલા તળાવ, નાથા તળાવ અને મીની નદી, લક્ષ્મીપુરા વિસ્તારમાં સ્મશાન પાસેનું તળાવ, અંકોડિયા કેનાલ, ગોત્રી-સેવાસી કેનાલ, જેપી રોડ વિસ્તારમાં મુજમહૂડા વિશ્વામિત્રી નદી, તાંદલજા ગામ તળાવ અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના મહીસાગર નદી (કોટણા અને અનગઢ ગામ) અને ફાજલપુર મહીસાગર માતાના મંદિરને જોખમી સ્થળ/વિસ્તાર જાહેર કરી પાણીમાં ન્હાવા કે ભીડ થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર

આ જાહેરનામું તા.૨૫-૦૨-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. અત્રે નોંધનીય છે કે, આગામી બે મહિના સુધી આ જાહેરનામું લાગુ થનાર છે. અગાઉની ઘટનાઓ પરથી બોધપાઠ લઇને શહેર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામાની લોકો સરાહના કરી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : ફતેગંજ બ્રિજ નીચે રમત-ગમતના સાધનો મુકાયા, સુરક્ષા સામે સવાલ

Tags :
BathbodiesdangerousgatheringGujarat FirstGujarat NewsGujarati NewsnearnoNotificationoroverpolicesiteVadodarawater
Next Article