Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બબાલ રોકવા જતા પોલીસ જવાનની વર્ધીના બટન તોડ્યા, મહિલાએ ના કરવાનું કર્યું

VADODARA : વડોદરા (VADODARA) ના રાવપુરા વિસ્તારમાં મળસ્કે જાહેરમાં બબાલની ઘટનાની માહિતી પોલીસને મળતા નાઇટ પેટ્રોલીંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દરમિયાન જાહેરમાં ચાલકો બખેડો અટકાવવા જતા પોલીસ જવાનની વર્ધીના બટન તોડી નાંખવામાં આવ્યા હતા. અને મહિલાએ અશોભનીય વર્તન કર્યું...
vadodara   બબાલ રોકવા જતા પોલીસ જવાનની વર્ધીના બટન તોડ્યા  મહિલાએ ના કરવાનું કર્યું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના રાવપુરા વિસ્તારમાં મળસ્કે જાહેરમાં બબાલની ઘટનાની માહિતી પોલીસને મળતા નાઇટ પેટ્રોલીંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દરમિયાન જાહેરમાં ચાલકો બખેડો અટકાવવા જતા પોલીસ જવાનની વર્ધીના બટન તોડી નાંખવામાં આવ્યા હતા. અને મહિલાએ અશોભનીય વર્તન કર્યું હતું. આખરે બંનેની અટકાયત કરીને પોલીસ મથક લાવવામાં આવ્યા હતા. જ્યાં બંને સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

બેંક પાસે એક ઇસમ મહિલાની છેડતી કરી રહ્યો છે

રાવપુરા પોલીસ મથકમાં પીસીઆર ઇન્ચાર્જ ભાવેશભાઇ ભોજાભાઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન સવારે 4 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળી કે, એક મહિલાની દાંડીયાબજારમાં બેંક પાસે એક ઇસમ મહિલાની છેડતી કરી રહ્યો છે. દરમિયાન તુરંત તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર જઇને જોતા એક ઇસમ અને એક મહિલા અંગરોઅંદર ઝઘડો કરીને બખેડો કરતી હતી. આ સમયે ટોળું વળી ગયું હતું.

Advertisement

ધક્કા મારીને જમીન પર પાડી દીધા

જેથી તેમની વચ્ચે જઇને છોડાવવાનો પ્રયત્ન કરતા તેમની જોડે પણ ઝપાઝપી કરવામાં આવી હતી. અને બખેડો ખડો કરનાર શખ્સે પોલીસ જવાનની વર્ધિના બટન તોડી નાંખ્યા હતા. અને ધક્કા મારીને જમીન પર પાડી દીધેલા હતા. મહિલાએ પહેરેલી ટી શર્ટ જાતે બાજુમાંથી ફાડીને બુમાબુમ કરવા લાગી હતી. જેથી પોલીસ જવાને તાત્કાલિક પોલીસ મથકમાં જાણ કરતા વધુ સ્ટાફ દોડી આવ્યો હતો.

પૈસાની વાતમાંથી ઝઘડો થયો હતો

બાદમાં બદસલુકી કરતી મહિલાને માંડ માંડ પીસીઆર વાનમાં બેસાડીને શખ્સ જોડે પોલીસ મથક લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે પોતાના નામ મહંમદહુસેન અહેમદહુસેન શેખ (રહે. નવા અન્સારી મહોલ્લો, નવી મસ્જીદ પાછળ, વડોદરા) અને મિસ્બાહ ઇમ્તિયાઝ શેખ (રહે. યાકુતપુુરા, અજબડી મીલ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. બંનેને બખેડો કરવા પાછળનું કારણ પુછતા જણાવ્યું કે, બંને મિત્ર થાય છે. રાત્રીના સમયે તેઓ ફરવા નિકળ્યા હતા. દાંડીયા બજાર પાસે પહોંચતા જ પૈસાની વાતમાંથી ઝઘડો થયો હતો.

બંને સામે નોંધાયો ગુનો

આખઘરે બંને સામે ટોળું ભેગું કરી જાહેર શાંતુ સુલેહ જોખવાય તથા કાયદેસરની ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : પાલિકાની વોર્ડ ઓફીસ સામેના રહેણાંક વિસ્તારમાં પાણી માટે ટેન્કર રાજ

Tags :
Advertisement

.

×