Vadodara: ACBએ સપાટો બોલાવી મોટી કાર્યવાહી, માંજલપુર પોલીસ મથકનો વહીવટદાર લાંચ લેતા પકડાયો
Vadodara Police PSI ACB Trap: વડોદરા શહેર પોલીસ બેડામાં લાંચખોરીના એક ચોંકાવનારા પ્રકરણથી ભારે ખળભળાટ મચી ગયો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી (ACB Gujarat) ની ટીમે વડોદરામાં એક સફળ ટ્રેપ ગોઠવીને માંજલપુર પોલીસ સ્ટેશન (Manjalpur Police Station...
Advertisement
Vadodara Police PSI ACB Trap: વડોદરા શહેર પોલીસ બેડામાં લાંચખોરીના એક ચોંકાવનારા પ્રકરણથી ભારે ખળભળાટ મચી ગયો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી (ACB Gujarat) ની ટીમે વડોદરામાં એક સફળ ટ્રેપ ગોઠવીને માંજલપુર પોલીસ સ્ટેશન (Manjalpur Police Station Vadodara) ના ખાનગી વહીવટદારને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ દબોચી લીધો છે. આ ચકચારી કિસ્સામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે લાંચના આ કાળા કારોબારમાં એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની સીધી સંડોવણી હોવાનો પર્દાફાશ થયો છે.

