Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હિટ એન્ડ રનમાં પીડિત પરિવારો સુધી પહોંચી પોલીસે સહાય અપાવી

VADODARA : યોજનાની જાણકારીના અભાવે પીડિત તેનો લાભ લઇ શકતા ન્હતા. હવે યોજના લોકો સુધી પહોંચાડવા પોલીસ આગળ આવી છે
vadodara   હિટ એન્ડ રનમાં પીડિત પરિવારો સુધી પહોંચી પોલીસે સહાય અપાવી
Advertisement

VADODARA : હિટ એન્ડ રન (HIT AND RUN CASE - VADODARA) ના કિસ્સામાં જો કોઇનું મૃત્યુ થાય તો રૂ. 2 લાખ અને ઇજા થાય તેવા કિસ્સામાં રૂ. 50 હજારની સરકારી સહાય મળે છે. પરંતુ આ વાતથી મોટા ભાગના લોકો અજાણ છે. જેના કારણે વધુ લોકો સુધી તેના લાભ પહોંચી શકતા નથી. આ માટે શહેર પોલીસ (VADODARA CITY POLICE TO HELP HIT AND RUN CASE VICTIM AND FAMILY) દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે. વર્ષ 2022 - 2025 સુધી માં હિટ એન્ડ રનના 30 કેસમાં પોલીસ પીડિત પરિવારો સુધી પહોંચી છે. અને તેમના ઘરે જઇને સહાય મેળવવાની પ્રક્રિયા કરાવવામાં આવી છે. તે પૈકી 3 પરિવારોને ચૂકવણી કરવામાં આવી છે. અન્ય પરિવારોની સહાય ચૂકવણીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આમ, પીડિત પરિવારો સુધી સરકારી સહાય પહોંચાડવામાં પોલીસ મદદરૂપ બની રહી છે.

અગાઉ ઇજા પહોંચનાર વ્યક્તિને રૂ. 12 હજારની સહાય રાશી ચૂકવવામાં આવતી

રાજ્યમાં કોમ્પન્સેશન ટુ વિક્ટિમ ટુ હિટ એન્ડ રન સ્કીમ (COMPENSATION TO VICTIM TO HIT AND RUN) લાગુ છે. જે અંતર્ગત હિટ એન્ડ રનનો ભોગ બનેલા લોકોને સહાયરાશી ચૂકવવામાં આવે છે. હિટ એન્ડ રનના પીડિતો તથા તેમના પરિવારો સુધી આ સહાય પહોંચાડવા માટે પોલીસ મહત્વની કડી બની રહી છે. અગાઉ અકસ્માતમાં નાની-મોટી ઇજાઓ પહોંચનાર વ્યક્તિને રૂ. 12 હજારની સહાય રાશી ચૂકવવામાં આવતી હતી. જેને સરકારે વધારીને રૂ. 50 હજાર કરી દીધી છે. અને મૃતક પરિવારોને રૂ. 2 લાખની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના અંગે ઓછી જાણકારી હોવાના કારણે પીડિત તથા તેમના પરિવારો તેને લાભ લઇ શકતા ન્હતા. જો કે, આ યોજનાના લાભ લોકો સુધી પહોંચાડવા માટે વડોદરા પોલીસ આગળ આવી છે.

Advertisement

સહાય અંગે વિગતવાર જણાવવામાં આવ્યું

વર્ષ 2022 થી લઇને વર્ષ 2024 દરમિયાન બનેલા હિટ એન્ડ રનના કેસ શોધવામાં આવ્યા હતા. અને તેમના પરિવારના સભ્યનો ટેલિફોનીક સંપર્ક કરીને તેમને આ સહાય અંગે વિગતવાર જણાવવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 33 લોકોએ આ સહાય માટે ફોર્મ ભરાવવામાં પોલીસ સફળ રહી છે. તે પૈકી ત્રણ કિસ્સામાં રૂ. 6 લાખની ચૂકવણી કરવામાં આવી ચુકી છે. આમ, પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે પીડિત પરિવારોને મદદ માટે પણ આગળ આવી રહી છે. જેની લોકો સરાહના કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : જુગારમાં પકડાયેલો પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

Tags :
Advertisement

.

×