ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : 6 પોલીસ મથક દ્વારા પકડાયેલા રૂ. 67 લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ફર્યુ

VADODARA : નવાપુરા, રાવપુરા, અકોટા, અટલાદરા, ગોત્રી અને જેપી રોડ પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો નિકાલ કરાયો
05:11 PM Dec 25, 2024 IST | PARTH PANDYA
VADODARA : નવાપુરા, રાવપુરા, અકોટા, અટલાદરા, ગોત્રી અને જેપી રોડ પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો નિકાલ કરાયો

VADODARA : વર્ષનો અંત નજીક આવતા જ વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા વિવિધ ઝોન અંતર્ગત આવતા પોલીસ મથકમાં પકડવામાં આવેલા દારૂનો નાશ (DESTROYING ILLEGAL LIQUOR CAUGHT DURING POLICE INVESTIGATION - VADODARA) કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં વડોદરાના ઝોન - 2 અંતર્ગત આવતા 6 પોલીસ મથકમાં પકડવામાં આવેલા વિદેશી દારૂના રૂ. 67 લાખની કિંમતના જથ્થા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ કાર્યવાહી સમયે ડીસીપી ઝોન - 2 અભય સોની સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને તેમની નિગરાનીમાં નિયત પ્રક્રિયા અનુસરીને આ કાર્ય પાર પાડવામાં આવ્યું હતું.

દારૂના જથ્થાનો નિયત રાહે નિકાલ કરવામાં આવ્યો

વડોદરા પોલીસ દ્વારા પ્રોહીબીશનની અમલવારીને લઇને સતત કાર્યવાહી કરવામાં આવે છે. આ કાર્યવાહી અંતર્ગત જપ્ત કરેલા મુદ્દામાલને એક સમય સુધી સાચવીને રાખવામાં આવે છે. ત્યાર બાદ તેનો કાયદેસરની રાહે નિકાલ કરવામાં આવે છે. જેમ જેમ વર્ષનો અંત નજીક આવી રહ્યો છે, તેમ તેમ વડોદરાના વિવિધ ઝોન અંતર્ગત આવતા પોલીસ મથકોમાં કાર્યવાહી દરમિયાન જપ્ત કરેલા દારૂના જથ્થાનો નિયત રાહે નિકાલ કરવામાં આવી રહ્યો છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ સંબંધિત અન્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા

તાજેતરમાં વડોદરાના ઝોન - 2 અંતર્ગત આવતા નવાપુરા, રાવપુરા, અકોટા, અટલાદરા, ગોત્રી અને જેપી રોડ પોલીસ મથકમાં વિતેલા ત્રણ વર્ષ દરમિયાન કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ દારૂના જથ્થાને ચિખોદરા ગ્રામ પંચાયતમાં આવતા ભાલીયાપુરા ગામે લાવીને જમીન પર પાથરીને તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યો છે. દારૂના જથ્થાના નાશ કરતા સમયે ડીસીપી અભય સોની સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ સંબંધિત અન્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યવાહીમાં રૂ. 67 લાખના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : નવા નાણાકીય વર્ષમાં વડોદરાથી દુબઇની ફ્લાઇટ શરૂ થવાના એંધાણ

Tags :
DestroyedGujarat FirstGujarat NewsGujarati NewsillegalliquorpoliceSixstationsunderVadodarazone-2
Next Article