ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કન્સ્ટ્રક્શન સાઇટ પર મગરનું બચ્ચુ આવી ચઢતા શ્રમિકો ભાગ્યા

VADODARA : અડધો કલાકની મહેનત બાદ મગરને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો છે
03:32 PM Nov 18, 2024 IST | PARTH PANDYA
VADODARA : અડધો કલાકની મહેનત બાદ મગરને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો છે

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા પોરની દર્શન હોટલ પાસે કંપનીની સાઇટમાં કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું. તેવામાં આજે સવારે પાંચ ફૂટનો મગર (CROCODILE) ત્યાં આવી પહોંચ્યો હતો. મગરની હાજરી અંગે જાણ થતા જ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકો દોડીને ભાગ્યા હતા. બાદમાં મગરને રેેસ્ક્યૂ કરવા માટે લાઇફ વિથ વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશનને કોલ કરવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ કોલ મળતા જ ટીમ તુરંત સ્થળ પર જવા રવાના થઇ હતી. ત્યાં પહોંચીને અડધો કલાકમાં મગરનું સલામત રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું.

વરસાદે પણ લોકો આ પ્રકારની ઘટનાના સાક્ષી બની રહ્યા છે

વડોદરા તથા આસપાસમાં માનવ વસ્તી અને મગર નજીકમાં વરવાટ કરે છે. સામાન્ય રીતે ચોમાસામાં મગર રહેણાંક વિસ્તારની નજીક આવી જવાની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ હવે તો વગર વરસાદે પણ લોકો આ પ્રકારની ઘટનાના સાક્ષી બની રહ્યા છે. જે આશ્ચર્ય પમાડે તેવું છે. તાજેતરમાં વડોદરા પાસે આવેલા પોરના દર્શન હોટલ પાસે એક કંપનીની સાઇટનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. અને તેમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા.

મગરના ડરે બધાય દુર જતા રહ્યા હતા

તેવામાં અચાનક સાઇટ પર એક મગર આવી ચઢ્યો હતો. મગર હોવાની જાણ શ્રમિકોને થતા જ તેઓ ભાગ્યા હતા. બાદમાં મગરને રેસ્ક્યૂ કરવા માટે લાઇફ વિથ વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશનને જાણ કરવામાં આવી હતી. જે બાદ સંસ્થાના વોલંટીયર્સ તાત્કાલિક દોડીને સ્થળ પર પહોંચ્યા હા. ત્યાં જઇને જોતા પાંચ ફૂટનો મગર સાઇટ પર આવી ચઢ્યો હતો. અને તેના ડરે બધાય દુર જતા રહ્યા હતા. બાદમાં મગરને રેસ્ક્યૂ કરવા માટેની મથામણ કરવામાં આવી હતી.

સ્થળ પર હાજર તમામ ભયમુક્ત બન્યા

અડધો કલાકની મહેનત બાદ મગરને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. મગરનું રેસ્ક્યૂ થતા જ સ્થળ પર હાજર તમામ ભયમુક્ત બન્યા હતા. અને પોતાના કામ પર પરત ફર્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : કાર બાદ હવે વેપારીના ગોડાઉનમાં ભેદી સંજોગોમાં આગ

Tags :
ConstructionCrocodiledepartmentForestFROMhandoverporRescuesitetounderVadodara
Next Article