VADODARA : "તમારા બનાવેલા નેતા જનતાને બનાવે છે", પોસ્ટર વોર યથાવત
VADODARA : વડોદરા (VADODARA) ના વાસણા જંક્શન પર ઓવર બ્રિજ બનાવવાના વિરોધ (VASNA ROAD PROPOSED OVERBRIDGE OPPOSED - VADODARA) વચ્ચે અગાઉ પોસ્ટર વોર (POLITICAL POSTER WAR - VADODARA) સામે આવી હતી. જેમાં પોસ્ટર મોદી તરફી અને ભાજપ વિરોધી હોવાનું જણાવીને સ્થાનિક સત્તાધીશો પર આકરા પ્રહાર કર્યા હતા. તે બાદ આજે વધુ એક વખત પોસ્ટર વોર સામે આવ્યું છે. જેમાં ફરી એક વખત સ્થાનિક સત્તાધીશોને નિશાના પર રાખવામાં આવ્યા છે. ક્રાંતિકારી સેનાના નેતા હેઠળ મારવામાં આવેલા પોસ્ટરમાં લખ્યું છે કે, મોદી, સાહેબ તમારા બનાવેલા નેતા જનતાને ઉલ્લુ બનાવે છે. મોદી તરફી, ભાજપ વિરોધી (#Pro Modi, #Anti BJP). અગાઉના પોસ્ટર લગાડનાર સુધી હજી સુધી પહોંચી શકાયું નથી, ત્યારે વધુ એક પોસ્ટર વોર સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે.
વાસણા ચાર રસ્તા પાસે આ પોસ્ટરો લગાડવામાં આવ્યા
વડોદરામાં વિતેલા કેટલાક સમયથી પોસ્ટર વોર ચાલી રહ્યો છે. જેમાં ક્રાંતિકારી સેનાના નેજા હેઠળ મારવામાં આવતા પોસ્ટરમાં મોદી તરફી અને ભાજપ વિરોધી હોવાનો દાવો કરીને પોતાની વાત મુકવામાં આવી રહી છે. તાજેતરમાં પોસ્ટર લગાડવામાં આવ્યા હોવાનું સોશિયલ મીડિયા માધ્યમ મારફતે સામે આવ્યું હતું. વાસણા ચાર રસ્તા પાસે આ પોસ્ટરો લગાડવામાં આવ્યા હોવાનું પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. અગાઉ પણ આ જ જગ્યાએ પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. તાજેતરમાં બે પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.
તો નેતાઓ શું કરશે ?
આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે, મોદી સાહેબ તમારા બનાવેલા નેતા જનતાને ઉલ્લુ બનાવે છે. જ્યારે અન્ય પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, જનતા વોટ આપે, જનતા વિરોધ કરે, તો નેતાઓ શું કરશે ? બંને પોસ્ટરોમાં નીચે મોદી તરફી, ભાજપ વિરોધી (#Pro Modi, #Anti BJP) હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોઇ બીજી સત્તાવાર જાહેરાત થઇ નથી
અત્રે નોંધનીય છે કે, વાસણા જંક્શન પર થોપી દેવામાં આવેલા ઓવરબ્રિજનો વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ટુંકા અંતરના આ ઓવરબ્રિજનો વિરોધ ચાલી રહ્યો છે. આ બ્રિજના વિરોધમાં સ્થાનિકોને અકોટાના ધારાસભ્ય ચૈતન્યભાઇ દેસાઇનો સાથ મળ્યો હતો. જો કે, રજુઆત બાદ આ બ્રિજને લઇને કોઇ બીજી સત્તાવાર જાહેરાત થઇ નથી. ત્યારે લોકો બોલવાની જગ્યાએ પોસ્ટરો ચોંટાડીનો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : પ્રતિબંધિત ચાઇનીઝ દોરા વેચનારા પર તવાઇ, મુન્ની ઝડપાઇ


