ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : શહેરને UNESCO creative city of design નો દરજ્જો અપાવવાની તૈયારી

VADODARA : વડોદરામાં ગરબા, ઐતિહાસીક ઇમારતો, કલાત્મક માળખા, આજે પણ યથાવત છે. જે વિશ્વામાં કદાચ બીજે ક્યાં પણ નહીં જોવા મળે
08:53 AM Feb 28, 2025 IST | PARTH PANDYA
VADODARA : વડોદરામાં ગરબા, ઐતિહાસીક ઇમારતો, કલાત્મક માળખા, આજે પણ યથાવત છે. જે વિશ્વામાં કદાચ બીજે ક્યાં પણ નહીં જોવા મળે

VADODARA : વડોદરાને સંસ્કારી નગરી અને કલા નગરી તરીકે ઓળખવામાં આવે છે. હવે શહેરને UNESCO creative city of design નો દરજ્જો અપાવવા માટે તંત્રએ કમરકસી છે. જેની માટે કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂંક કરવામાં આવનાર છે. આ માટેની મંજુરી માટે વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

ગુજરાતનું એક પણ શહેર તેમાં સ્થાન પામ્યું નથી

વર્ષ 2004 માં શહેરો વચ્ચેના સહકારને વધારવા માટે UCCN (યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક) ની રચના કરવામાં આવી હતી. જે અંતર્ગત અલગ અલગ 7 કેટેગરીમાં નામાંકન થાય છે. અત્યાર સુધીમાં 350 જેટલા શહેરોનું નામાંકન થયું છે. સમગ્ર દેશમાંથી જયપુર, વારાણસી, ચેન્નાઇ, મુંબઇ, હૈદરાબાદ, શ્રીનગર, ગ્વાલીયર અને કોઝીકોડે ને વિવિધ કેટેગરીમાં UCCN માં સમાવવામાં આવ્યા છે. જો કે, ગુજરાતનું એક પણ શહેર તેમાં સ્થાન પામ્યું નથી. વડોદરા સાંસ્કૃતિક અને કલાત્મક દ્રષ્ટિએ વૈભવી વારસો ધરાવે છે. જેને ધ્યાને રાખતા વડોદરાને UNESCO creative city of design માટે નામાંકન થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ કામગીરીને આગળ વધારવા માટે જરૂરી તમામ દસ્તાવેજો સબમિટ કરવા સહિતની કમાગીરી માટે કન્સલ્ટિંગ એજન્સીની નિમણૂંકનો મામલે હાલ સ્ટેન્ડિંગ કમિટિ સુધી પહોંચ્યો છે.

વડોદરા પાસે ઇતિહાસ અને હેરીટેજનો ખજાનો છે

સુત્રોના જણાવ્યા અનુસાર,, વડોદરાને UNESCO creative city of design નો દરજ્જો મળે તો ઉદ્યોગ અને ટુરીઝમ બંનેને આકર્ષી શકાશે. વડોદરા પાસે ઇતિહાસ અને હેરીટેજનો ખજાનો છે. વડોદરામાં ગરબા, ઐતિહાસીક ઇમારતો, કલાત્મક માળખા, આજે પણ યથાવત છે. જે વિશ્વામાં કદાચ બીજે ક્યાં પણ નહીં જોવા મળે. વડોદરાને UNESCO creative city of design નો દરજ્જો મળે તો ખાસ કરીને ટુરીસ્ટ આકર્ષણમાં મોટો ઉમેરો થઇ શકે તેમ છે. તેની સાથે ઉદ્યોગો અને યુવાનો પણ વડોદરા તરફ આકર્ષીત થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો --- VADODARA : ધાર્મિક દબાણો દુર કરવા મિટિંગોનો દોર શરૂ

Tags :
appointCityconsultantCreativeDesigneligibleforGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsofpotentiallytagtoUNESCOVadodaraVMC
Next Article