VADODARA : ટુ વ્હીલરનું ટાયર ખૂંપી જાય તેવો મુખ્યમાર્ગ પર ભૂવો પડ્યો
VADODARA : વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા જાણીતા કાશી વિશ્વનાથ ભગવાનના મંદિર સામે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે. વગર ચોમાસે પડેલા ભૂવાના કારણે વિસ્તારમાં અચરજ છવાયું છે. આ અગાઉ આ રોડ પર અનેક વખત નાના-મોટા ભૂવા પડી ચૂક્યા છે. વધુ એક વખત આ ઘટનાનું પુનરાવર્તન થતા રોડ-રસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. ટુ વ્હીલરનું ટાયર આખેઆખું ખૂંપી જાય તેટલી સાઇઝના ભૂવા ફરતે બેરીકેડીંટ કરી દેવામાં આવ્યું છે. હવે સ્થાનિકો આ ભૂવાનું રીપેરીંગ કાર્ય સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે. (POTHOLE ON MAIN ROAD CREATED BUZZ - VADODARA)
તેની ફરતે બેરીકેડીંગ કરી દેવામાં આવ્યું
એક સમય હતો જ્યારે માત્ર ચોમાસાની રૂતુમાં જ રોડ-રસ્તા પરના ભૂવા સામે આવતા હતા. હવે ભૂવા પડવા માટેની કોઇ રુતુ બચી નથી. ગમે ત્યારે અને ગમે ત્યાં ભૂવા પડી શકે છે. આજરોજ શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર સામે ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. ટુ વ્હીલરનું ટાયર આસાનીથી તેમાં ખૂંપી જાય તેટલો આ ભૂવો છે. આ ભૂવો મુખ્યમાર્ગ પર પડ્યો હોવાના કારણે અકસ્માતની શક્યતાઓને ધ્યાને રાખીને તેની ફરતે બેરીકેડીંગ કરી દેવામાં આવ્યું છે.
કોઇ કાયમી ઉકેલ લાવી શકાયો નથી
આ ભૂવો ચાર રસ્તા પાસે હોવાથઈ ટ્રાફિકની અવર-જવર પર તેની અસર પડી શકે છે. આ જ રોડ-રસ્તા પર અગાઉ અનેક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી ચુકી છે. છતાં તંત્ર દ્વારા તેનો કોઇ કાયમી ઉકેલ લાવી શકાયો નથી. જેને પગલે આજદિન સુધી ગમે ત્યારે, ગમે ત્યાં ભૂવા પડવાની સમસ્યાનો નાગરિકો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : મધરાત્રે દુકાનોમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર કરવો પડ્યો