ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પ્રતાપનગરમાં રોડ ડિવાઇડરનું કામ સ્થાનિકોના માથાનો દુ:ખાવો બન્યું

VADODARA : ડિવાઇડરનું ખોદકામ કરવાના કારણે અત્યાર સુધીમાં 5 જેટલા અકસ્માત થઇ ચુક્યા છે. આગળ વધુ અકસ્માત થાય તો ?
06:33 PM Dec 15, 2024 IST | PARTH PANDYA
VADODARA : ડિવાઇડરનું ખોદકામ કરવાના કારણે અત્યાર સુધીમાં 5 જેટલા અકસ્માત થઇ ચુક્યા છે. આગળ વધુ અકસ્માત થાય તો ?

VADODARA : વડોદરા (VADODARA) ના પ્રતાપનગર વિસ્તારમાં શરાફી હોલથી કબ્રસ્તાન તરફ જવાના રસ્તે ડિવાઇડર નાંખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેને કારણે સ્થાનિકોમાં રોષની લગાણી વ્યાપી જવા પામી છે. સ્થાનિકોનુું કહેવું છે કે, પહેલાથી આ રસ્તો નાનો છે. અને તેમાં વચ્ચે ખોડીને ડિવાઇડર નાંખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં પાંચ જેટલા વાહન અકસ્માત થયા છે. તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. હવે આ મામલે તંત્ર શું કામગીરી કરે છે તે જોવું રહ્યું.

અવર-જવર ખુબ સાવચેતી પૂર્વક કરવી પડી રહી છે

વડોદરાના પ્રતાપનગરમાં તંત્રની એક તરફી કામગીરીને પગલે લોકોમાં રોષની લગણી જોવા મળી રહી છે. અહીંયા શરાફી હોલથી કબ્રસ્તાન તરફ જવાના રસ્તે ડિવાઇડર નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક તો પહેલાથી જ રોડ નાના છે, અને હવે તેની વચ્ચે ખોદકામ કરી દેતા અવર-જવર ખુબ સાવચેતી પૂર્વક કરવી પડી રહી છે. સ્થાનિકનું સ્પષ્ટ પણે માનવું છે કે, આ કામની કોઇ જ જરૂરત નથી.

શું જાનહાની થાય ત્યારે આ કામ બંધ કરવામાં આવશે

સ્થાનિકે મીડિયાને જણાવ્યું કે, આ રોડ નાનો છે, અહિંયા ડિવાઇડરની કોઇ જરૂરત નથી. ડિવાઇડરનું ખોદકામ કરવાના કારણે અત્યાર સુધીમાં 5 જેટલા અકસ્માત થઇ ચુક્યા છે. આગળ વધુ અકસ્માત થાય તો, શું જાનહાની થાય ત્યારે આ કામ બંધ કરવામાં આવશે. સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વેએ મીડિયાને જણાવ્યું કે, શરાફી હોલથી પ્રતાપનગર તરફ જવાના રસ્તે ડિવાઇડર બનાવવામાં આવી રહ્યા છે. ડિવાઇડર બનાવે તેનો કોઇ વાંધો નથી. પણ સામેની તરફ કબ્રસ્તાન આવેલું છે. તેમાં કોઇ મૈયત જાય ત્યારે સેંકડોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે તેને એન્ટ્રી આપવા માટેની વ્યવસ્થા હોવી જોઇએ.

હટાવવા માટેનો આ પ્રયત્ન જણાય છે

સમગ્ર મામલે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે, આ બનાવવાનું ખાસ કારણ છે કે, અહિંયા લારી-ગેરેજ ચલાવીને લોકો પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓને હટાવવા માટેનો આ પ્રયત્ન જણાય છે.

આ પણ વાંચો -- VADODARA : દંતેશ્વરમાં જાહેર શૌચાલયના બાંધકામનો વિરોધ, સ્થાનિકોમાં રોષ

Tags :
dividerdueinconvenienceOPPOSEPeoplepratapnagarRoadsizetoVadodaraWork
Next Article