VADODARA : પેશન્ટ શિફ્ટ કરવાના બહાને લઇ જઇ નર્સની લાજ લૂંટ્યાનો આરોપ
VADODARA : સંસ્કારી નગરી વડોદરા (VADODARA) ને શર્મસાર કરે તેવો કિસ્સો સપાટી પર આવ્યો છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં મેડીક્લેમનું કામ કરતા વિધર્મી યુવાને નર્સને પેશન્ટ શિફ્ટ કરવાના બહાને ઉપરના માળે લઇ જઇને તેની લાજ લૂંટી હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. મામલો પોલીસ મથક પહોંચતા જ પીડિતાને સાથે રાખીને પોલીસ જવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. અને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સાંજ સુધી પોલીસ તપાસ કરી રહી હતી, તે બાદ આ મામલે ફરિયાદ નોંધાનાર છે.
નીચે આવવા ગયા ત્યાં તેણે તેને પકડી લીધી
સમગ્ર ઘટનાક્રમને લઇને પીડિતાના ભાઇએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારી બહેન સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઝાંસીકી રાણી સર્કલ પાસેની આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં કામ કરતી હતી. વાસી ઉત્તરાયણના દિવસે આરોપી પેશન્ટ શિફ્ટ કરવાના બહાને તેમને (પીડિતા નર્સ) ઉપર લઇ ગયા હતા. જો કે, પેશન્ટ પહેલાથી જ શિફ્ટ થઇ ગયેલું હતું. ઉપર ગયા બાદ જેનું મારા બહેન નીચે આવવા ગયા ત્યાં તેણે તેને પકડી લીધી હતી. અને ઓપરેશન થીએયરમાં લઇ ગયા હતા. અને તેના પર ખોટું કામ કર્યું હતું. તે સાંજે તો મારી બહેને મને કંઇ કહ્યું ન્હતું.
જેણે ખોટું કર્યું તેના સમર્થનમાં ડોક્ટર હતા
વધુમાં તેણે જણાવ્યું કે, પરંતુ આજે સવારે મને તેનો મેસેજ આવ્યો અને તેણે હિંમત કરીને તેની જોડે જે બનાવ બન્યો તેની જાણ મને કરી હતી. હું તેના મામાનો દિકરો થાઉં છું. કોઇ પણ દિકરીને પોતાની આબરૂની ખુબ ચિંતા હોય છે. પોતાની સાથે થયેલી આવી ઘટના વર્ણવતા તે ખુબ ડરે છે. ડોક્ટર સાહેબે તેમના એમ્પ્લોઇ પર થોડી પણ આંચ આવે તેવું ન્હતા ઇચ્છતા. તેઓ તેમના એમ્પ્લોઇને સપોર્ટ કરતા હતા. જેણે ખોટું કર્યું તેના સમર્થનમાં ડોક્ટર હતા. ગઇ કાલે લાઇટ ગઇ હતી. તેનો બેકઅપ ડેટા ચાલુ છે કે તે જોવાનું છે. ઓપરેશન થીએયરમાં કેમેરા નથી. ખાલી બહાર એ બહેનને લઇ ગયા છે, તેની જાણ થઇ શકે.
છોકરાને સજા મળવી જોઇએ
આખરમાં તેણે ઉમેર્યું કે, બનાવતી તેવી રીતે શરૂઆત થઇ હતી. તે અંગે અમે પોલીસને પણ જાણ કરી છે. અમે ગોરવા પોલીસ મથકમાં આવ્યા છીએ. અમારી માંગ છે કે, છોકરાને સજા મળવી જોઇએ. અમે છોકરાનું નામ નથી જાણતા, પરંતુ તે વિધર્મી છે, તેટલો અમને ખ્યાલ છે. તે મેડીક્લેમ પાસ કરવાનું કામ કરતો હોવાનું અમે જાણીએ છીએ. મારી બહેન એક વર્ષથી હોસ્પિટલમાં કામ કરી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : બુકાની ધારણ કરી જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી ગેંગ ઝબ્બે


