Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : PSI ની પરીક્ષામાં ઉમેદવારોની મદદ માટે ટ્રાફિક પોલીસે કમર કસી

VADODARA : પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાના બસ અને રેલવે થકી આવતા ઉમેદવારો સમયસર તેમના પરીક્ષા કેન્દ્ર સુધી જાય તે માટે રીક્ષા સ્ટેન્ડ બાય પર રહેશે.
vadodara   psi ની પરીક્ષામાં ઉમેદવારોની મદદ માટે ટ્રાફિક પોલીસે કમર કસી
Advertisement

VADODARA : આવતી કાલે પોલીસ ભરતી અંતર્ગત બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના 70 જેટલા કેન્દ્રો પર 21 હજાર જેટલા વિદ્યાર્થીઓ આવવાની આશા છે. પરીક્ષાર્થીઓ સમયસર તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે, અને તેમની પરીક્ષાનો સમય સચવાય તે માટે વડોદરા ટ્રાફિક પોલીસ પશ્ચિમ શાખા દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. આજે સ્ટેશન વિસ્તારમાં કાર્યરત રીક્ષા એસો.ના અગ્રણીઓ સાથે સંકલન કર્યું છે. અને પરીક્ષાના સમય દરમિયાન રીક્ષા સ્ટેન્ડ બાય રહે તેવું સૂચન કરવામાં આવ્યું છે. (TRAFFIC POLICE MADE SPECIAL ARRANGEMENTS DURING PSI EXAM PAPER - VADODARA)

એસીપી દ્વારા રીક્ષા એસો સાથે વિશેષ સંકલન કરવામાં આવ્યું

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા બિનહથિયારી પીએસઆઇની પરીક્ષા આપવા માટે આવતા ઉમેદવારોની સગવડની ચિંતા કરવામાં આવી છે. અને ટ્રાફિક એસીપી ડી. એમ. વ્યાસ દ્વારા રીક્ષા એસો સાથે વિશેષ સંકલન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાના સમયે સ્ટેશન વિસ્તારમાં બસ અને રેલવે થકી આવતા ઉમેદવારો સમયસર તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે માટે રીક્ષા સ્ટેન્ડ બાય પર રહેશે. સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા સુચારૂ રીતે ટ્રાફિકનું નિયમન થાય તે દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે.

Advertisement

7 વાગ્યાથી પરીક્ષા કેન્દ્ર પર એન્ટ્રી લઇ લેવાની રહેશે

વડોદરા શહેર પશ્ચિમ વિભાગ ટ્રાફીક એસીપી ડી. એમ. વ્યાસે મીડિયાને જણાવ્યું કે, 13, એપ્રિલના રોજ પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઇની ભરતી પરીક્ષાનું આયોજન કર્યું છે. તેમાં અંદાજીત 21 હજાર જેટલા પરીક્ષાર્થીઓ વડોદરાના 70 કેન્દ્રો પર પરીક્ષા આપવા માટે આવનાર છે. પરીક્ષાર્થીઓને આપવામાં આવેલી સુચના અનુસાર તેમણે સવારે 7 વાગ્યાથી પરીક્ષા કેન્દ્ર પર એન્ટ્રી લઇ લેવાની રહેશે. ટ્રાફિક પોલીસ દ્વારા રેલવે સ્ટેશન અને બસ ડેપો મારફતે જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવશે, તેઓ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચે, અને તેઓ મોડા પડે તો રીક્ષા એસો. સાથે આગેવાનો સાથે સંકલન કરીને 50 જેટલી રીક્ષા સ્ટેન્ડ બાય રહે. અને પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં વ્યવસ્થા કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ભૂખી કાંસની બેઠકમાં ચેરમેને ટોણો મારતા કોંગી કોર્પોરેટરનો પિત્તો ગયો

Tags :
Advertisement

.

×