VADODARA : વ્યાયામ પ્રિય લોકોની સવાર સંગીતમય બનાવવાનો પ્રયાસ
VADODARA : શિયાળા (WINTER - 2024) ને સ્વાસ્થ્યની રૂતુ તરીકે ઓળખવામાં આવે છે. ગુલાબી ઠંડી વચ્ચે વ્યાયામ કરીને તંદુરસ્તી કસવા માટે આ સૌથી યોગ્ય રૂતુ છે. ત્યારે જાહેર બાગમાં વ્યાયામ અર્થે આવતા લોકોની સવાર સંગીતમય બનાવવા માટે શહેરના કલાકાર આગળ આવ્યા છે. એક તરફ લોકો વિવિધ પ્રકારની વ્યાયામ પ્રવૃત્તિમાં રત હોય છે, ત્યારે તેમની માટે જુના અને જાણીતા સોંગ તથા ભજન ગાઇને તેમાં સંગીત પુરવાનો પ્રયાસ કલાકાર કરી રહ્યા છે. જેના કારણે વહેલી સવારે વ્યાયામ સમયે અને ત્યાર બાદ મહેફીલ જામે છે. લોકોને મનગમતુ સંગીત અને કલાકારને લોકોની સરાહના બંને એક જ જગ્યાએ મળી રહ્યું છે.
જાહેર બાગમાં આવતા લોકોના આનંદ માટે સંગીતનો ઉમેરો
વડોદરા (VADODARA) ને સંસ્કારી નગરી અને કલા નગરી તરીકે ઓળખવામાં આવે છે. અને કલા નગરીના કલાકારો હવે શિયાળાની ગુલાબી ઠંડીમાં વ્યાયામ કરવા માટે જાહેર બાગમાં આવતા લોકોની સવાર સુધારી રહ્યા છે. વાત એમ છે કે, શહેરના કમલાનગર તળાવ-બાપોદ તળાવનું રીડેવલપમેન્ટ કરીને ત્યાં વોકીંગ વે બનાવવામાં આવ્યો છે. અહિંયા સવાર સવારમાં લોકો મોટી સંખ્યામાં ચાલવા તથા વ્યાયામ પ્રવૃત્તિઓ કરવા માટે આવે છે. ખાસ કરીને શિયાળામાં અનેક બાગોમાં વ્યાયામ પ્રિય લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે જાહેર બાગમાં આવતા લોકોના આનંદ માટે સંગીતનો ઉમેરો કરી રહ્યું છે એક ગ્રુપ. આ ગ્રુપમાં કોઇ નિવૃત્ત છે, તો કોઇ સરકારી કર્મચારી, તો કોઇ ખાનગી કંપનીના કર્મચારી છે.
જુના ગીતોથી લઇને ભજન સુધીની પ્રસ્તુતિ
વડોદરાના કમલાનગર તળાવ પાસે વિરલ પટેલ , વિરેશ પટેલ, સંજય શર્મા, અશોક બારોટ અને જીતુભાઇ વ્યાસ , રમેશ પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાંં આવ્યું છે. તેઓ વહેલી સવારે તળાવ પાસે પહોંચીને લોકોને લાઇવ મ્યુઝિકનો અનુભવ કરાવી રહ્યા છે. જેને લોકો સરાહી રહ્યા છે. અલગ અલગ ઉંમરના કલાકારો ઘરાવતા ગ્રુપ દ્વારા જુના ગીતોથી લઇને ભજન સુધી પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. જેને વ્યાયામ સમયે અને તે બાદ લોકો મોટી સંખ્યામાં સાંભળે છે.
આ પ્રસાયો આખુ વર્ષ ચાલે તેવી માગ
સંગીતમય સવારથી લોકોને વ્યાયાવ વધુ પ્રિય બની હોવાનું તેઓનું માનવું છે. સાથે જ ઘણાનું કહેવું છે કે, અગાઉ કરતા વધારે સમય બાગમાં વિતાવીને વ્યાયામ કરવાની મજા આવી રહી છે. સંગીતમય સવાર હોવાના કારણે તન-મન બંને પર તેની સારી અસર જોવા મળી રહી છે. આ પ્રસાયો આખુ વર્ષ ચાલે તો વધુમાં વધુ લોકો જાહેર બાગમાં આવીને વ્યાયામ કરે તેવો આશાવાદ લોકોએ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો -- VADODARA : રેઇન વોટર હાર્વેસ્ટીંગનું મહત્વકાંક્ષી લક્ષ્યાંક પાર પાડવા પાલિકા કરશે મોટી સહાય