Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ડિવિઝનના 72 રેલવે સ્ટેશનો પર ટીકીટ માટે QR કોડ થી પેમેન્ટની સુવિધા

VADODARA : વડોદરા રેલવે ડિવિઝન (VADODARA RAILWAY DIVISION) દ્વારા ડિજિટલ ઇન્ડિયા (DIGITAL INDIA) નું સ્વપ્ન વધુ મજબુત બનાવવા માટે ક્યૂ આર કોડ થકી પેમેન્ટ કરી શકાય તેવી અત્યાધુનિક સુવિધા મુસાફરોને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલવે ડિવિઝન અંતર્ગત આવતા 72...
vadodara   ડિવિઝનના 72 રેલવે સ્ટેશનો પર ટીકીટ માટે qr કોડ થી પેમેન્ટની સુવિધા
Advertisement

VADODARA : વડોદરા રેલવે ડિવિઝન (VADODARA RAILWAY DIVISION) દ્વારા ડિજિટલ ઇન્ડિયા (DIGITAL INDIA) નું સ્વપ્ન વધુ મજબુત બનાવવા માટે ક્યૂ આર કોડ થકી પેમેન્ટ કરી શકાય તેવી અત્યાધુનિક સુવિધા મુસાફરોને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલવે ડિવિઝન અંતર્ગત આવતા 72 સ્ટેશનો પર આ કામ પ્રગતિ હેઠળ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આમ થવાથી માત્ર સ્કેન કરીને ટિકિટ ભાડાની ચુકવણી કરી શકાશે.

QR કોડ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવાનું કામ જારી

દેશના વડાપ્રધાન ના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ અને રેલવે બોર્ડના નિર્દેશ પર, પશ્ચિમ રેલવે ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને તેના મુસાફરોને સરળ અને વધુ કાર્યક્ષમ સેવા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ દિશામાં આગળ વધતા વડોદરા ડિવિઝનમાં ઓનલાઈન પેમેન્ટ વિકલ્પોની સુવિધા આપવા માટે તમામ કાઉન્ટરો પર QR કોડ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવાનું કામ ચાલી રહ્યું છે. રેલવે દ્વારા મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે. આ નવી પહેલ અંતર્ગત વડોદરા ડિવિઝનના 72 સ્ટેશનોના તમામ અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર પર QR કોડ દ્વારા રેલ ટિકિટ માટે ચુકવણી સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો બીજી તરફ હાલમાં PRS કાઉન્ટર્સ પર આ QR કોડ ઉપકરણોનું ઇન્સ્ટોલેશન કાર્ય પ્રગતિ હેઠળ છે.

Advertisement

મુશ્કેલી વિના ટિકિટનું ભાડું ચૂકવી શકાશે

રેલવે મુસાફરોને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે UTS મોબાઈલ એપ, ATVM, POS અને UPI જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પો ઉપલબ્ધ છે. આ પ્રકારની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના હેતુથી વડોદરા ડિવિઝનમાં તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ હવે મુસાફરોને QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવવા માટે વધુ સુલભ પૂરી પાડશે, આ વ્યવસ્થા થકી કોઈપણ યાત્રી સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના ટિકિટનું ભાડું ચૂકવી શકશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ગતિ શક્તિ યુનિ.ની ગવર્નિંગ કાઉન્સિલમાં શહેરના બે અગ્રણીઓને સ્થાન

Tags :
Advertisement

.

×