VADODARA : રેલવેના સિનિયર DPO ની ઓફિસ-નિવાસસ્થાને CBI ના દરોડા
VADODARA : વડોદરા રેલવે ડિવિઝનમાં કામ કરતા કર્મચારીઓની ભરતીમાં ધાંધલીના આરોપો બાદ CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન) દ્વારા પ્રતાપનગર રેલવે DRM ની ઓફિસ સંકુલમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં DPO સહિત અન્ય બે અધિકારીઓની ઓફિસ અને તેઓના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં એક અધિકારીની ઓફિસમાંથી રૂ. 5 લાખ પણ મળી આવ્યા હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે.
સીબીઆઇ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો
પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રતાપનગર ખાતે આવેલા સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસરના કાર્યાલસ સહિતના અન્ય ત્રણ અધિકારીઓને ત્યાં સઘન તપાસ હાધ ધરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સંજય તિવારી સંજય તિવારી (સંજય તિવારી), વડોદરાના ડે સુપ્રીટેડન્ડેન્ટ નીરજ સિંહા તથા ખાનગી વ્યક્તિ મુકેશ મીણા સામે સીબીઆઇ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ આ પ્રકરણમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રેલવે બોર્ડના અધિકારીઓને જાણ કરતા તેઓ પણ વડોદરા દોડી આવ્યા
વધુમાં પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, CBI ની ટીમો દ્વારા આરોપીઓને સાથે રાખીને તેમના નિવાસ સ્થાને પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ચલ-અચલ સંપત્તિ અંગે સઘન તપાસ કરવામાં આવી હતી. આ મામલે સીબીઆઇ દ્વારા રેલવે બોર્ડના અધિકારીઓને જાણ કરતા તેઓ પણ વડોદરા દોડી આવ્યા હતા. અંતરિક વર્તુળોમાં ચાલતી ચર્ચા અનુસાર, કામદાર કલ્યાણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોદ્દેદારની પૈસા પડાવવામાં એજન્ટ તરીકેની ભૂમિકા હતી. તે તપાસમાં પણ સપાટી પર આવનાર છે.
શું હતો સમગ્ર મામલો
રેલવેમાં રહેમરાહે નોકરી મેળવનાર ઉમેદવાર પાસેથી પોસ્ટીંગ માટે તગડી રકમ માંગવામાં આવતી હતી. જે અંગે એક કર્મીએ ગુપ્તરાહે પુરાવાસહ ફરિયાદ કરી હતી. આ અંગેની પ્રાથમિક તપાસમાં તથ્ય જણાઇ આવતા સીબીઆઇ એક્શનમાં આવી હતી. અને વડોદરા ખાતે DPO ની ઓફિસે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો --- Amreli : પરપ્રાંતીય ખેતમજૂરનાં 7 વર્ષીય માસૂમ બાળક પર સિંહે હુમલો કરી ફાડી ખાદ્યો!