ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : બે દેશની કરન્સી સહિત લાખોનો મુદ્દામાલ રિકવર કરતી રેલવે LCB

VADODARA : NRI મહિલા મિરજ-બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ જઇ રહ્યા હતા, તે દરમિયાન આંખ લાગી જતા પર્સની ચોરી થઇ ગઇ
09:17 AM Apr 04, 2025 IST | PARTH PANDYA
VADODARA : NRI મહિલા મિરજ-બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ જઇ રહ્યા હતા, તે દરમિયાન આંખ લાગી જતા પર્સની ચોરી થઇ ગઇ

VADODARA : પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરતા લોકોના કિંમતી સામાનની ચોરીના કિસ્સા ઉકેલવા માટે રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એક્ટિવ રહે છે. તાજેતરમાં બાતમીના આધારે તસ્કરને દબોચવામાં આવ્યો હતો. તેણે રેલવેમાં મુસાફરી કરતી એનઆરઆઇ મહિલાનું પર્સ તફડાવ્યું હોવાની કબુલાત આપી હતી. આ મામલે રેલવે એલસીબીએ તસ્કર પાસેથી બે દેશોની કરન્સી સહિત લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વધુ કાર્યવાહી અર્થે આરોપીને આણંદ રેલવે પોલીસને સોંપવામાં આવ્યો છે. (RAILWAY LCB CAUGHT THIEF WITH TWO NATIONS CURRENCY AND OTHER STOLEN STUFF - VADODARA)

આણંદ રેલવે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

આ કેસમાં ફરિયાદી મહિલા મુળ અમદાવાદના છે, અને હાલ તેઓ નાઇરોબી, કેન્યા રહેતા હતા. તાજેતરમાં તેઓ ભારત આવીને મિરજ-બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ જઇ રહ્યા હતા. તે દરમિયાન તેમના પર્સમાં પાસપોર્ટ, સોના-ચાંદીના દાગીના, ફોરેન કરન્સી વગેરે મુકી રાખ્યા હતા. આ મુસાફરી દરમિયાન તેમની ઉંઘનો ફાયદો લઇને તસ્કરે લેડિઝ પર્સની ચોરી કરી હતી. જે મામલે આણંદ રેલવે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કુલ રૂ. 5.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

રેલવે એલસીબીના એએસઆઇ ને બાતમી મળી હતી. જેના આધારે રેલવે એલસીબીની ટીમો ઇરફાન ઉર્ફે ઢેમા શકુરભાઇ તૈલી (રહે. ઢાબાવાલી ચાલી, ખાનની શેરી પાસે, જમાલપુર પગથિયા, અમદાવાદ) (ધંધો - મજુરી) સુધી પહોંચી હતી. તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન, અમેરિકન ડોલર અને કેન્યાની સિલીંગ કરન્સી મળીને કુલ રૂ. 5.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતા આણંદ રેલવે પોલીસમાં નોંધાયેલો ચોરીને કેસ ઉકેલાયો છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

આરોપી ઇરફાન ઉર્ફે ઢેમા શકુરભાઇ તૈલી (રહે. ઢાબાવાલી ચાલી, ખાનની શેરી પાસે, જમાલપુર પગથિયા, અમદાવાદ) (ધંધો - મજુરી) સામે સુરત રેલવે પોલીસ, અમદાવાદ રેલવે પોલીસ, રતલામ રેલવે પોલીસ, ગાયકવાડ હવેલી પોલીસ - અમદાવાદમાં ચોરી તથા મારામારીના કિસ્સાઓ અગાઉ નોંધાયેલા છે.

આ પણ વાંચો --- VADODARA : લાયસન્સ વગર ફટાકડા વેચતા ચાર વેપારીઓ સામે ફરિયાદ

Tags :
andcoughcurrencyGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsLCBNationOtherpreciousRailwaystuffthieveTwoVadodarawith
Next Article