VADODARA : કેન્દ્રિય મંત્રી રેલવે મશીન મેન્યુફેક્ચરીંગ યુનિટની મુલાકાતે પહોંચ્યા
VADODARA : આજે ભારત સરકારના કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (RAILWAY MINISTER OF INDIA - ASHWINI VAISHNAW) વડોદરા (VADODARA) ની મુલાકાતે છે. તેઓ ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં ભાગ લેનાર છે. તે પહેલા તેઓ વડોદરા પાસે આવેલા લાકોદરાની પ્લેઝર ઇન્ડિયા કંપનીમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કંપનીની અલગ અલગ પ્રકારની મશીનરીની કામગીરી વિશે માહિતી મેળવી હતી. કંપની દ્વારા મશીનરી વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવતી હોવાના કારણે ભારતીય યુવાનો માટે દેશ-વિદેશમાં નોકરીની તકો ખુલશે, તેવો વિશ્વાસ તેમણે મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ વડોદરાના સેંકડો કરોડોના વિકાસકાર્યોની ભેંટ આપી
આજે ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (RAILWAY MINISTER OF INDIA - ASHWINI VAISHNAW) અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM OF GUJARAT - BHUPENDRA BHAI PATEL) વડોદરાની મુલાકાતે છે. બંને ગતિશક્તિ યુનિ.ના દિક્ષાંત સમારોહમાં ભાગ લેનાર છે. તે પહેલા રાજ્યના મુખ્યમંત્રીએ વડોદરાના સેંકડો કરોડોના વિકાસકાર્યોની ભેંટ આપી છે. સાથે જ વડોદરાની સ્વચ્છતાના વખાણ કર્યા છે. તો બીજી તરફ કેન્દ્રિય રેલ મંત્રી લાકોદરા સ્થિત કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રેલવે યુનિ.માં નવા કોર્ષનો ઉમેરો કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
યુવાનો માટે રોજગારીની ભારત અને વિદેશોમાં અવસર ખુલશે
કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, વર્ષ 2014 માં મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ શરૂ કર્યું હતું. જેમાં વડોદરા પાસે પ્લેઝર ફેક્ટરી છે, તે મહત્વપૂર્ણ છે. વર્ષ 2019 માં ફેક્ટરી બની છે, જેમાં દુનિયાની જટીલ ટ્રેક મેઇન્ટેનન્સ માટેની મશીનરી અહિંયા બને છે. આ કંપની ઓસ્ટ્રેલીયાની છે. તેમનો સૌથી મોટો પ્લાન્ટ ભારતમાં છે. તેઓ એક્સપોર્ટ પણ કરે છે. થોડાક સમયમાં ઓસ્ટ્રેલિયા, અર્જેન્ટીનાને મશીનરી એક્સપોર્ટ કરશે. પ્લાન્ટની સારી વાત એ છે કે, સ્કિલનું લેવલ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. આ પ્લાન્ટ ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય સાથે જોડાઇ રહ્યું છે. અહિંયાના મશીની ડિઝાઇન, મેન્યુફેક્ચરીંગ, ટેસ્ટીંગનો કોર્ષ પણ ઉમેરવા જઇ રહ્યા છીએ. જેનાથી ભારતના યુવાનો માટે રોજગારીની ભારત અને વિદેશોમાં અવસર ખુલશે.
આ પણ વાંચો -- VADODARA : શહેરએ સ્વચ્છતાને "સ્વભાવ" બનાવ્યો - મુખ્યમંત્રી