Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 31, ડિસે. ને ધ્યાને રાખીને રેલવે સ્ટેશન પર સઘન ચેકીંગ

VADODARA : રેલવે સ્ટેશનમાં પાર્સલ ચેકીંગ, મુસાફર ખાના તથા જ્યાં મુસાફરોની હાજરી મોટી સંખ્યામાં હોય ત્યાં તપાસ કરવામાં આવી રહી છે
vadodara   31  ડિસે  ને ધ્યાને રાખીને રેલવે સ્ટેશન પર સઘન ચેકીંગ
Advertisement

VADODARA : વડોદરા શહેર ગ્રામ્યમાં 31, ડિસે.ને ધ્યાને રાખીને પોલીસ (VADODARA POLICE) દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે વડોદરા રેલવે પોલીસ (VADODARA RAILWAY POLICE) પણ સ્ટેશન પ્લેટફોર્મ પર સઘન ચેકીંગ હાથ ધરી રહી છે. રેલવેમાં માદક પદાર્થો અથવાતો પ્રતિબંધિત દારૂની સંભવિત હેરાફેરીને ધ્યાને રાખીને મુસાફરોની અવર-જવર વધારે હોય તેવી જગ્યાઓએ ડોગ સ્કવોર્ડને (STRICT CHECKING ON RAILWAY PLATFORM, VADODARA) સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. એક સાથે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓની હાજરીને પગલે મુસાફરોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. 31, ડિસે. પૂર્ણ ના થાય ત્યાં સુધી આ પ્રકારનો લોખંડી બંદોબસ્ત રહેનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

રેલવે પોલીસની સઘન તપાસમાં ડોગ સ્કવોર્ડ પણ જોડાયું

વડોદરા સહિત દેશભરમાં 31 ડિસે.ની ઉજવણીને લઇને પોલીસે કમર કસી છે. વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ બાદ હવે રેલવે પોલીસ પણ પ્લેટફોર્મ પર સઘન તપાસ હાથ ધરી રહ્યું છે. રેલવે મારફતે પ્રતિબંધિત નશાના સામાનની અવર-જવરને ધ્યાને રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું રેલવે સુત્રોએ જણાવ્યું છે. રેલવે પોલીસની સઘન તપાસમાં ડોગ સ્કવોર્ડ પણ જોડાયું છે. અને મુસાફરોની સંખ્યાં જ્યાં વધારે નોંધાય ત્યાં વિશેષ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Advertisement

ટ્રેનમાં પેટ્રોલીંગ માટે અલગથી સ્ટાફની ફાળવણી કરવામાં આવી

મહિલા અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, રેલવે ઉચ્ચ અધિકારીઓની સુચનાથી સ્ટેશન પર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 31 ડિસેના માહોલ વચ્ચે માદક પદાર્થો, પ્રતિબંધિત દારૂની હેરાફેરી થતી હોય, પાર્સલમાં લાવવા-લઇ જવાતો હોય તેવી આશંકાને ધ્યાને રાખીને તપાસ કરવામાં આવી છે. શંકાસ્પદ સ્થાનો પર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પાર્સલ ચેકીંગ, મુસાફર ખાના તથા જ્યાં મુસાફરોની હાજરી મોટી સંખ્યામાં હોય ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેનમાં પેટ્રોલીંગ માટે અલગથી સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. તેઓ ત્યાં ચેકીંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : દરજીપુરામાં SMC ના દરોડા ટાણે હુમલાની ઘટનામાં તલસ્પર્શી તપાસ શરૂ

Tags :
Advertisement

.

×