Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રમત-રમતમાં બાળક ટ્રેનમાં બેસી ગયું, પછી...

VADODARA : વડોદરા (VADODARA) માં ગત શનિવારના રોજ સાંજના અરસામાં રેલવે પોલીસને એક પરિવારથી વિખૂટું પડેલ ૧૪ વર્ષનું બાળક મળી આવ્યું હતું.તપાસ દરમિયાન એ બાળક અમદાવાદનું હોવાનું રેલ્વે પોલીસ (VADODARA RAILWAY POLICE) ને જાણવા મળ્યું.પોલીસે તુરંત વડોદરા જિલ્લા બાળ સુરક્ષા...
vadodara   રમત રમતમાં બાળક ટ્રેનમાં બેસી ગયું  પછી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ગત શનિવારના રોજ સાંજના અરસામાં રેલવે પોલીસને એક પરિવારથી વિખૂટું પડેલ ૧૪ વર્ષનું બાળક મળી આવ્યું હતું.તપાસ દરમિયાન એ બાળક અમદાવાદનું હોવાનું રેલ્વે પોલીસ (VADODARA RAILWAY POLICE) ને જાણવા મળ્યું.પોલીસે તુરંત વડોદરા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિતભાઈ વસાવા તથા વડોદરા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શંકરલાલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ બાળકની સોંપણી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ (બાલગોકુલમ) કરવામાં આવી હતી.

બાળક ચિલ્ડ્રન હોમે ફોર બોયઝ (બાલગોકુલમ)ને સોંપ્યું

આખી ઘટના એવી છે કે રેલ્વે સ્ટેશન પર એક બાળક બીનવારસી આમ તેમ ફરી રહ્યું હતું. રેલ્વે પોલીસે આ બાળકની પૂછતાછ કરતા બાળકે ફક્ત એટલું જણાવ્યું કે તે અમદાવાદનો છે અને રેલ્વે સ્ટેશન પાસે રમતા રમતા ટ્રેનમાં ચઢી ગયો હતો અને ટ્રેન આગળ નીકળી ગઈ અને તે વડોદરા ઉતરી ગયો હતો. રેલ્વે પોલીસે વડોદરા જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી આ બાળકને શનિવારે સાંજે ચિલ્ડ્રન હોમે ફોર બોયઝ (બાલગોકુલમ)ને સોંપ્યું હતું.

Advertisement

રેલ્વે સ્ટેશન પર ઉતરી ગયો

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના સુપ્રિટેન્ડેન્ટ ધ્રુમિલ દોશી જણાવે છે કે શનિવારે સાંજે 14 વર્ષનો એક બાળક વડોદરા રેલ્વે પોલિસ દ્વારા મળી આવેલ હતું અને તેની સોપણી વડોદરા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થામાં કરવામાં આવી હતી. પહેલી નજરે આ બાળક ખૂબ જ ઘભરાયેલું માલુમ પડે જેથી ચિલ્ડ્રન હોમના સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ કરતા તે બાળક જણાવેલ કે તે અમદાવાદનો છે અને રમતા રમતા ટ્રેનમાં બેસી ગયો અને વડોદરા રેલ્વે સ્ટેશન પર ઉતરી ગયો હતો.

Advertisement

16 કલાકમાં જ જાણકારી મેળવી લીધી

વડોદરા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિતભાઈ વસાવા , ચિલ્ડ્રન હોમના અધિક્ષક ધ્રુમિલ દોશી અને અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના સંકલન અને સતત પ્રયાસથી બાળકના વાલીવારસો અને રહેઠાણ માત્ર ૧૬ કલાકમાં જ જાણકારી મેળવી લીધી હતી. વડોદરા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા બાળકને પોતાના ઘરે પુનઃ સ્થાપન કરવામાં આવ્યું છે. ચાર દિવસ બાદ આજે ગુમ થયેલ બાળક તેના વાલી વારસો મળતા બાળકના વાલીએ તંત્રનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો -- Gujarat માટે થરાદ-અમદાવાદ National High Speed Corridor મંજૂર

Tags :
Advertisement

.

×