ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : રામ નવમી નિમિત્તે 27 શોભાયાત્રા નીકળશે, લોખંડી બંદોબસ્ત તૈનાત

VADODARA : પોલીસ અધિકારીઓની સાથે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી બ્રાન્ચના જવાનો તથા એસઆરપી અને હોમગાર્ડ જવાનોની તૈનાતી કરાશે
08:48 AM Apr 05, 2025 IST | PARTH PANDYA
VADODARA : પોલીસ અધિકારીઓની સાથે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી બ્રાન્ચના જવાનો તથા એસઆરપી અને હોમગાર્ડ જવાનોની તૈનાતી કરાશે

VADODARA : આવતી કાલે 6 એપ્રીલના રોજ દેશભરમાં રામ નવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. તે નિમિત્તે શહેરભરમાં 27 શોભાયાત્રાને મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ શોભાયાત્રામાં કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તોરમાં 2500 જેટલા પોલીસ જવાનોનો ખડકલો કરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. અલગ અલગ ધર્મના તહેવારોની ઉજવણી ટાણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ વિભાદ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. (RAM NAVAMI PROCESSION HUGE POLICE DEPLOYMENT AROUND CITY - VADODARA)

ફૂટ પેટ્રોલીંગ, શાંતિ સમિતિ બેઠક, ડ્રોન સર્વેલન્સ પર ભાર

વડોદરામાં રમજાન માસ, ઇદ અને રામ નવમીને ધ્યાને રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થઇ શકે તે માટે પોલીસ દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વિતેલા કેટલાય દિવસોથી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ, શાંતિ સમિતિ બેઠક, ડ્રોન સર્વેલન્સ, માથાભારે તત્વો પર નજર સહિતની કામગીરી સઘન રીતે કરવામાં આવી રહી છે. આવતી કાલે રામ નવમી છે. તે નિમિત્તે શહેરભરમાં 27 શોભા યાત્રાને મંજુરી મળી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

7 ડીસીપી, 12 એસીપી, 30 પીઆઇ, 85 પીએસઆઇની તૈનાતી

આ શોભાયાત્રામાં કોઇ પણ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ખાસ કરીને શોભાયાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થાય ત્યારે પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત રહેશે. રામનવમીની શોભાયાત્રામાં 7 ડીસીપી, 12 એસીપી, 30 પીઆઇ, 85 પીએસઆઇ તેમજ ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી બ્રાન્ચના જવાનો તથા એસઆરપી અને હોમગાર્ડ જવાનોની તૈનાતી કરવામાં આવનાર છે.

ફૂટેજીસનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સઘન નિરીક્ષણ

આ બંદોબસ્તમાં પોલીસ વિભાગ દ્વારા ટેક્નોલોજીના ભરપુર ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં સીસીટીવી, બોડી વોર્ન કેમેરા તથા પોલીસ વાનમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજીસનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સઘન નિરીક્ષણ કરવામાં આવશે. અને જરૂર પડ્યે દિશા નિર્દેશ આપવામાં આવશે, તેવું સુત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : પાણીની લાઇન મામલે ભાજપના બે કોર્પોરેટર વચ્ચે તડાફડી

Tags :
anddeploymentGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHugelawmaintainnavmiOrderpoliceprocessionramtoVadodara
Next Article